SBI તેના કર્મચારીઓને આપી રહી છે સમયથી પહેલા નિવૃત્ત થવાની ઓફર, બેન્કને થઇ શકે છે રૂ. 2 હજાર કરોડની બચત

0
5

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ પોતાના કર્મચારીઓ માટે નવી વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કિમ (VRS)ની જાહેરાત કરી છે. બેન્કના મતે 11,565 અધિકારીઓ અને 18,625 કર્મચારીઓ આ યોજના માટે યોગ્ય છે. SBIને નવી VRS યોજનાથી આશરે રૂ. 2000 કરોડની બચત થવાની અપેક્ષા છે.

VRS માટે અરજી
SBIએ ‘સેકન્ડ ઇનિંગ ટેપ-વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કિમ’ (SITVRS -2020) હેઠળ માનવ સંસાધન અને ખર્ચ સુધારણાને લક્ષ્યાંક બનાવ્યો છે. નવી યોજના હેઠળ લાયક કર્મચારી દર વર્ષે VRS માટે અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા દર વર્ષે 1 ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન શરુ થશે.

યોજના હેઠળ 50% પગાર ચુકવવામાં આવશે
જે કર્મચારી કે અધિકારી આ યોજનાનો લાભ લેશે તેને નોકરીના બાકી રહેતા સમય માટે 50% સેલેરી ચુકવવામાં આવશે. બેન્કનું અનુમાન છે કે, જો 30% કર્મચારીઓ આ યોજનાનો લાભ લે છે તો બેન્કને અંદાજે રૂ. 2,170 કરોડની બચત થઇ શકે છે. માર્ચ 2020 સુધીમાં SBIમાં 2.5 લાખ કર્મચારીઓ છે.

સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની ઈચ્છા
બીમારીથી પીડાતા મોટાભાગના કર્મચારીઓ ઘરેથી જ કામ કરવાની ઈચ્છા રાખે છે. આ ઉપરાંત ઘણા કર્મચારીઓ એક શહેરથી બીજા શહેર જવાનું પણ પસંદ કરતા નથી. આવી સ્થિતિમાં ઘણા કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની ઈચ્છા બતાવી છે. બેન્કે એક નિવેદનમાં જણાવ્યું કે, VRSથી નવીકરણ તેમજ નવી પ્રતિભાના આગમનમાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here