SBI સસ્તા ભાવે પ્રોપર્ટી ખરીદવાની તક આપી રહી છે, ઈ-ઓક્શન માટે 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

0
7

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)ઈ- ઓક્શન દ્વારા સસ્તા ભાવે પ્રોપર્ટી ખરીદવાની તક આપશે. તેના અંતર્ગત બેંકની પાસે મોર્ટગેજ પડેલી પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી રહી છે. અહીં તમે તમારી પસંદની પ્રોપર્ટી વ્યાજબી ભાવે મળી શકે છે. ઈ-ઓક્શન સ્કીમ અંતર્ગત હરાજીમાં હિસ્સો લેવા માટે તમે 30 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. SBIએ સોશિયલ મીડિયા સાઈટ દ્વારા તેની જાણકારી આપી છે.

આ હરાજી અંતર્ગત દેશના કોઈપણ ખૂણામાં પ્રોપર્ટી ખરીદી શકાય છે. બેંકની તરફથી હરાજી કરવામાં આવી રહેલી પ્રોપર્ટીમાં કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ તમામ પ્રકારની પ્રોપર્ટી છે.

ડિફોલ્ડ પ્રોપર્ટીની હરાજી થાય છે

જે પ્રોપર્ટીના માલિકો તેમની લોન ચૂકવી નથી. અથવા કોઈ કારણોસર આપી શક્યા નથી તે તમામ લોકોની જમીન બેંકો દ્વારા કબજે કરવામાં આવે છે અને બેંક તેમને વેચીને પોતાના નુકસાનની ભરપાઈ કરે છે. SBI સમયાંતરે આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરે છે.

આગામી દિવસોમાં હરાજી થવાની છે

બેંકના જણાવ્યા પ્રમાણે, આગામી 7 દિવસમાં 758 રેસિડેન્શિયલ, 251 કોમર્શિયલ અને 98 ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટીની હરાજી થશે. તેમજ આગામી 30 દિવસમાં 3031 રેસિડેન્શિયલ, 844 કોમર્શિયલ અને 410 ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટીની હરાજી થશે.

વધુ જાણકારી માટે તમે આ સાઈટ પર વિઝિટ કરો

  • bankeauctions.com/Sbi
  • sbi.auctiontiger.net/EPROC/
  • ibapi.in; and
  • mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here