SBI એ રિટેલ લોનના સરળ રિસ્ટ્રક્ચરિંગ માટે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું

0
10

સોમવારે ભારતીય સ્ટેટ બેંક (SBI)ના જણાવ્યા પ્રમાણે રિટેલ લોનના સરળ રિસ્ટ્રક્ચરિંગ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા હોમ લોન, ઓટો લોન, વગેરેનું રિસ્ટ્રક્ચરિંગ સરળતાથી થઈ શકશે. બેંકે નિવેદનમાં જણાવ્યું હતું કે નવા પોર્ટલ https://bank.sbi/ અથવા https://sbi.co.in પર જઈને ગ્રાહકો તરત જોઈ શકે છે કે તેમની લોન રિસ્ટ્રક્ચરિંગ થઈ શકે છે કે નહીં. એના માટે ગ્રાહકોએ માત્ર તેમની આવકની વિગતો જ ભરવાની રહેશે.

મોરેટોરિયમની પણ રિક્વેસ્ટ કરી શકાશે

નવા પોર્ટલ દ્વારા ગ્રાહકો લોન મોરેટોરિયમ માટે પણ રિક્વેસ્ટ કરી શકશે. 1-24 મહિના માટે મોરેટોરિયમની રિક્વેસ્ટ કરી શકાશે. આ પોર્ટલ પર લોનનો સમયગાળો વધારવા માટે પણ રિક્વેસ્ટ કરી શકાશે.

RBIએ બેંકોને વ્યક્તિગત ગ્રાહકોને લોન રિસ્ટ્રક્ચરિંગ વિકલ્પ આપવાની મંજૂરી આપી છે

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બેંકોને તેમના વ્યક્તિગત ગ્રાહકોને લોન રિસ્ટ્રક્ચરિંગ વિકલ્પ પ્રદાન કરવાની મંજૂરી આપી છે. નાણામંત્રીએ બેંકોને 15 સપ્ટેમ્બર 2020 સુધી લોન રિસ્ટ્રક્ચરિંગ યોજના શરૂ કરવા માટે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here