Thursday, August 5, 2021
No menu items!
HomeSBI એ 42 કરોડ ગ્રાહકોને કર્યા સાવધાન, કહ્યું ધ્યાન રાખજો, નહી તો...
Array

SBI એ 42 કરોડ ગ્રાહકોને કર્યા સાવધાન, કહ્યું ધ્યાન રાખજો, નહી તો થશે મોટુ નુકસાન!

દેશમાં દરરોજ બેંકિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. સાયબર ફ્રોડ કરનારા લોકો નવી રીતે ચીટિંગ કરી રહ્યા છે. આ સંદર્ભે દેશની સૌથી મોટી સરકારી બેન્કે SBI એ ગ્રાહકોને ચેતવણી આપી છે. જો તમારું પણ સ્ટેટ બેંકમાં ખાતું છે, તો થોડું ધ્યાન રાખજો.

બેન્કે એક ટ્વીટ જારી કરીને તેના કરોડો ગ્રાહકોને સાવધ રહેવાની અપીલ કરી છે. એસબીઆઈએ SBI એમ પણ કહ્યું છે કે તેમના ગ્રાહકોને કોઇ ઇ-મેલ કરીને ક્યારેય કોઇ ડીટેલ માંગવામાં આવતી નથી આથી આવા કોઇ મેસેજ મળે તો સાવધ રહેજો.

સોશિયલ મીડિયા પર રહો સતર્ક

એસબીઆઇએ SBI તેના ગ્રાહકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે અમારા ગ્રાહકોને નકલી ઇ-મેઇલ મોકલવામાં આવી રહ્યા છે. એસબીઆઇ આ ઇ-મેલ્સથી સંબંધિત એક ટ્વીટ કર્યુ છે. એસબીઆઇએ કહ્યું કે, ગ્રાહકોને સોશિયલ મીડિયા પર સાવધ રહેવાની વિનંતી છે અને કોઈ પણ ભ્રામક અને નકલી સંદેશાઓમાં ન આવશો. બેન્કે જણાવ્યું હતું જો તમે સહેજ પણ ચુક કરી તો તમારું બેન્ક એકાઉન્ટ (Bank Account)ખાલી થઈ શકે છે.

નકલી વેબસાઇટ અંગે પણ ચેતવણી જારી કરવામાં આવી હતી
એસબીઆઈના SBI નામે ચાલતી નકલી વેબસાઇટ અંગે પણ બેન્કે એક ચેતવણી જારી કરી હતી. બેન્કે કહ્યું હતું કે એસબીઆઇના ગ્રાહકોને આવા સંદેશા તેમને આ વેબસાઇટ પર પાસવર્ડ અને એકાઉન્ટ સંબંધિત માહિતીને અપડેટ કરવા માટે કહે છે તેમને ધ્યાન આપવું જોઈએ નહીં. કેમકે બેન્ક આવી કોઇ માહિતી ક્યારેય માગતુ નથી.

બેન્કીંગ સેવા માટે સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરો
એસબીઆઈ ઓનલાઇન બેંકિંગ સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો બેંકના ઓફિશિયલ પોર્ટલ દ્વારા બેન્કીંગ સેવાનો લાભ મેળવી શકે છે. એસબીઆઇએ જણાવ્યું છે કે કોઈપણ બેંકિંગ સેવાઓનો લાભ ફક્ત ઓફિશિયલ પોર્ટલ દ્વારા જ લો.

બેન્કે આગળ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યુ કે કોઇ સાથે ક્યારેય પર્સનલ ડિટેલ્સ શેર ન કરશો કેમકે આવુ કરશો તો તમારા ખાતામાંથી ચપટી વગાડતા જ જમા થયેલી રકમ ઉડી જશે તમારૂ ખિસ્સુ ખાલી થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments