SBIએ ગ્રાહકોને અલર્ટ કર્યા : વિચાર્યા વગર કોઈનો પણ QR કોડ સ્કેન ન કરવો

0
0

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને ઓનલાઈન ફ્રોડને લઈને ચેતવણી આપી છે. બેંકે ગ્રાહકોને કહ્યું કે, જો તમને કોઈપણ બીજી તરફથી કોઈ QR કોડ મળે છે તો તમે તેને ભૂલથી પણ સ્કેન ન કરો. જો તમે આવું કરો છો તો તમારા અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ શકે છે.

કેવી રીતે QR કોડથી બેંક ફ્રોડ થાય છે?
કોઈએ મોકલેલો QR કોડ તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે, તેને સમજવા માટે SBIએ સોશિયલ મીડિયા સાઈટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, QR કોડ હંમેશાં પેમેન્ટ કરવા માટે ઉપયોગ થાય છે ન કે પેમેન્ટ રિસીવ કરવા માટે. તેથી પેમેન્ટ રિસીવ કરવાના નામે ક્યારે પણ QR કોડ સ્કેન ન કરવો. તેનાથી તમારું અકાઉન્ટ ખાલી થઈ શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટમાં લખ્યું છે કે, જ્યારે તમે એક QR કોડ સ્કેન કરો છો તો તમને પૈસા નથી મળતા. તમને માત્ર એક મેસેજ મળે છે કે તમારા બેંક અકાઉન્ટ X રકમ ડેબિટ થઈ છે જ્યાં સુધી ચૂકવણી ન કરવાની હોય ત્યાં સુધી કોઈના દ્વારા શેર કરવામાં આવેલો QR કોડને સ્કેન ન કરો.

SBIએ ગ્રાહકોને ફેક લોન કોલ્સથી પણ સાવધાન કર્યા
SBIએ તેના ગ્રાહકોને ફેક લોન કોલ્સને લઈને પણ ચેતવણી આપી છે. SBIએ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને જણાવ્યું છે કે, SBI Loan Finance Ltd. અથવા આવી કોઈ અન્ય કંપનીના નામે જો કોઈ તમારો સંપર્ક કરે છે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેનો SBI સાથે કોઈ સંબંધ નથી. આ લોકો ખોટી લોનની ઓફર કરીને અમારા ગ્રાહકોની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

SBIના જણાવ્યા પ્રમાણે, જો કોઈને લોન જોઈતી હોય તો પોતાની નજીકની SBI બ્રાંચમાં જવું, વચેટિયાઓને પ્રોત્સાહન આપવાનું ટાળવું. બેંકના જણાવ્યા પ્રમાણે, આવી કોઈ કંપની નથી અને ન તો બેંક લોન માટે કોઈને કોલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here