એસબીઆઈ 1-આેકટોબરથી નવા સવિર્સ ચાર્જ લાગુ કરશે

0
0

એસબીઆઈ પહેલી આેકટોબરથી ડિપોઝિટ અને ઉપાડ માટેના નવા સવિર્સ ચાર્જ લાગુ કરશે. તેમાં રોકડ ઉપાડ, સરેરાશ માસિક બેલેન્સ, ડિપોજિટ અને ઉપાડને સમાવી લેવામાં આવશે. તેનાથી ગ્રાહકોને અનેક રીતે અસર થશે. એસબીઆઈ પહેલી આેકટોબરથી શહેરી વિસ્તાર માટે એવરેજ માસિક બેલેન્સની જરૂરિયાત રૂા.5,000થી ઘટાડીને રૂા.3,000 કરશે. સુધારેલા નિયમ પ્રમાણે કોઈ વ્યિક્ત માસિક રૂા.3,000 બેલેન્સ નહી રાખે અને પ0 ટકા આેછી બેલેન્સ રાખે (રૂા.1,500) તો તેને રૂા.10નો ચાર્જ વત્તા જીએસટી લાગુ થશે.

લઘુતમ બેલેન્સ કરતાં 75 ટકા આેછી બેલેન્સ હોય તો રૂા.15 વત્તા જીએસટીનો દંડ થશે. અર્ધશહેરી શાખાઆેમાં એસબીઆઈના ખાતેદારે રૂા.2,000નું માસિક બેલેન્સ રાખવું પડશે. ગ્રામીણ બ્રાન્ચમાં સરેરાશ માસિક બેલેન્સની જરૂરિયાત રૂા.1,000 રહેશે.
અર્ધશહેરી વિસ્તારમાં બેલેન્સની અછત 50 ટકા કરતાં આેછી હશે તો રૂા.7.50 વત્તા જીએસટી લાગુ થશે. 50થી 75 ટકા વચ્ચે રૂા.10 વત્તા જીએસટીનો દંડ થશે.

એનઈએફટી અને આરટીજીએસ માટેના ચાર્જમાં પણ ફેરફાર થશે. ડિજિટલ રીતે આ ટ્રાન્ઝેકશન પર કોઈ ચાર્જ નથી પરંતુ બ્રાન્ચની મુલાકાત લઈને આ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો ચાર્જ લાગશે. તેમાં રૂા.10,000 સુધીના એનઈએફટી ટ્રાન્ઝેકશન પર રૂા. 2 વત્તા જીએસટી, રૂા. બે લાખથી વધુના એનઈએફટી પર રૂા.20 ઉપરાંત જીએસટી લાગુ થશે. બે લાખથી રૂા.5 લાખ સુધીના આરટીજીએસ ટ્રાન્સફરનો ચાર્જ રૂા.20 વત્તા જીએસટી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here