Saturday, December 3, 2022
Homeગુજરાતગોધરામાં ઈજનેરી સંસ્થાના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું

ગોધરામાં ઈજનેરી સંસ્થાના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું

- Advertisement -

ગોધરા LCB પોલીસે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ‘ગેરી’ના ડુપ્લીકેટ ક્વોલિટી ટેસ્ટીંગ રીપોર્ટ બનાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું છે. LCBને ગોધરાના સાથરીયા બજારની ગલીમાં આવેલા અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાંથી ગેરીના ડુપ્લીકેટ ક્લોલિટી ટેસ્ટીંગ રિપોર્ટ બનતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે LCBએ રેડ પાડી હતી. આ રેડ દરમિયાન ચોંકાવનારી વસ્તુઓ હાથે લાગી હતી. ગોધરા LCB પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતભરમાં બાંધકામ વિભાગના તાબા હેઠળના રસ્તાઓના ક્વોલિટી એસ્યોરેન્સ માટે જે સર્ટીની જરૂર પડે છે તે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે “ગેરી”ના ડુપ્લીકેટ ક્વોલિટી ટેસ્ટીંગ રીપોર્ટ બનાવવાનું ખૂબ જ મોટું અને રાજ્યવ્યાપી કૌભાંડ ગોધરાથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે.

બાતમી મુજબ એલસીબી પોલીસે દરોડા કરી સર્ચ ઓપરેશન હાથ ધરતા ગોધરાના સાથરીયા બજારની ગલીમાં આવેલ અકિલ ઓનભાઈ અડાદરાવાલાની દુકાનમાંથી ગુજરાતમાં કાર્યરત રિસર્ચ ઓફિસર મટેરીયલ ટેસ્ટીંગ ડીવીઝન(ગેરી)ની વડોદરા,ગોધરા,ગાંધીનગર, ભરૂચ, સુરત,પાલનપુર,બોટાદ,કચ્છ અને ભચાઉ સહિત રાજ્યની  31 સરકારી કચેરીઓના અધિકારીઓના તૈયાર કરાયેલા સિક્કાઓ, લેટર પેડો, દસ્તાવેજી કાગળો તેમજ ગુજરાત એન્જીનીયરીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિ. લખાણોના કાગળો સમેત બે લેપટોપ અને પ્રિન્ટર પોલીસને મળી આવ્યા હતા. આ દસ્તાવેજો અંગે ખરાઈ કરતા જે હકીકત સામે આવી તે જોઈ  પોલીસ પણ એક તબક્કે ચોકી ઉઠી હતી.

ઈજારદાર એજન્સીઓ અને મળતીયા ચહેરાઓને ડુપ્લીકેટ સર્ટીની લ્હાણી કરવાના લાખો રૂપિયાના કાંડમાં ભેજાબાજ માસ્ટર માઈન્ડ ગોધરાના અકિલ અડાદરાવાલા સામે આખરે ગોધરા સ્થિત ગેરી કચેરીના મદદનીશ સંશોધન અધિકારી દિનેશકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં અકિલ અડાદરાવાલા સામે ઈ.પી.કો. 406, 420, 465, 467, 468, 471,472, 473 474 મુજબનો અકિલની દુકાનમાંથી ઝડપાયેલા સરકારી કચેરીઓના સિક્કાઓ, લેટરપેડો અને ડુપ્લીકેટ તૈયાર કરાયેલા ટેસ્ટીંગ રીપોર્ટો વિ. સમેત લેપટોપ અને પ્રિન્ટર કબ્જે કર્યા છે. આ રાજ્ય વ્યાપી ચોંકાવનારા કાંડ સામે તપાસો હાથ ધરતા અકિલ એન્ડ કંપનીના ભલભલા સિન્ડિકેટ ચહેરાઓ પોતાના મોબાઈલ ફોનો સ્વીચ ઓફ કરીને “અંડર ગ્રાઉન્ડ” થઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

જો કે અકિલના ડુપ્લીકેટ ટેસ્ટીંગ રીપોર્ટો બાંધકામ કચેરીઓમાં ચુપચાપ આપીને બીલોના નાણાં ફટાફટ આપી દેવાના આ ચોંકાવનારા પ્રકરણો સામેની પોલીસ તપાસો શરૂ થઈ ચૂકી હોવાની જાણકારીઓથી સરકારી કચેરીઓમાં પણ અકિલના કરતૂતોથી શોકનો માહોલ સર્જાયો છે.  ગોધરા સ્થિત પાનમ કોલોની પાસે આવેલ “ગેરી” કચેરીના નામે તૈયાર કરવામાં આવેલા 33 ટેસ્ટીંગ રીપોર્ટ સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસોમાં “ગેરી” કચેરી દ્વારા જે તે તારીખો અને આવક જાવક નંબરોના આવા ટેસ્ટીંગ રીપોર્ટો જે તે ઈજારદારો અગર તો માણસોને આપવામાં આવ્યા જ નથી ના ચોંકાવનારા જવાબ મળ્યાં હતા. અંતે ઇન્સ્ટિટ્યૂટ વિના લખાણોના કાગળો સમેત બે લેપટોપ અને પ્રિન્ટરને કબ્જે કર્યા છે હવે જોવાનુ રહ્યું કે કોણ કોણ સંડવાયેલું છે અને કોના નામ તપાસમાં આવે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular