અરવલ્લી : મોડાસા : વિસાનીમાં વાડી પાસે ગટર ઓવરફ્લો થતા રસ્તા પર આવતા ગંદા પાણીની નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા

0
7

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું..શહેરના ગ્રામ્ય વિસ્તાર માં આવેલ બાલકદાસ મંદિર થી ગાંધીવાડા તરફ જવાના માર્ગ પર ગટર નું પાણી ફરિવળતા ગંદા પાણી ની નદી વહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું..શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બાલકદાસ મંદિરથી ગાંધીવાડા તરફ જવાના માર્ગ પર ગટરનું પાણી ફરીવળતા આ પરિસ્થિતિ સર્જાઈ. વિસાનીમાં વાડી પાસે ગટર ઓવરફ્લો થતા રસ્તા પર આવતા ગંદા પાણીની નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

શહેરના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગટરની યોગ્ય સફાઈ ન થતા ઓવરફ્લો થવાની સમસ્યા સર્જાય છે. સાથે જ ગટરો નાની હોવાથી પણ ગટરનું વધારાનું પાણી ઓવરફ્લો થઈ રસ્તાઓ ઉપર ફરી વળતા હોય છે..મોડાસાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગટરની સમસ્યા હજુ પણ ઠેર ની ઠેર છે..ગટરોમાંથી ઓવરફ્લો થતા ગંદા પાણીને કારણે આસપાસના રહીશો અને રાહદારીઓને મુશ્કેલીનો વારો સહન કરવાનો વારો આવે છે. સાથે જ ખુલ્લી ગટરોના કારણે અતિશય દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ પણ લોકો અનુભવી રહ્યા છે. ખુલ્લી ગટરો અને સાથે જ ગટરોની યોગ્ય સફાઈ ન થતાં મચ્છરો જન્ય રોગોનો પણ ફેલાવાની ભીતિ ફેલાયેલી છે. જેથી નગરપાલિકા ચાલુ વર્ષના બજેટમાં ગ્રામ્ય વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટરો બનાવે તેવી લોકોની માંગ ઉઠી છે. ત્યારે પાલિકાના નવનિયુક્ત સત્તાધીશો મોડાસા નગર પાણિક ના ગ્રામ્ય વિસ્તાર ની વર્ષો જૂની સમસ્યા નો ઉકેલ લાવે તે જરૂરી બની ગયું છે..

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here