રાજ્યમાં સ્કૂલ-કોલેજો શરૂ કરવા હમણાં કોઇ ઉતાવળ નથી, શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ નવી પદ્ધતિથી શાળા ખોલીશું: શિક્ષણ મંત્રી

0
0

અમદાવાદ. મહામારી કોરોનાને કારણે હજુ સ્કૂલો શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવાય શક્યો નથી. આ અંગે આજે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ બાદ સ્કૂલો ખુલશે. જ્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે સ્કૂલ-કોલેજો ખોલવા અંગે કહ્યું સ્કૂલો શરૂ કરવા હમણાં કોઇ ઉતાવળ નથી. આ મામલે શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ નવી પદ્ધતિથી સ્કૂલો ખોલીશું. જે વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન કે ટીવીની પણ વ્યવસ્થા ન હોય તેના માટે શિક્ષકો પોતે સાહિત્યની હાર્ડકૉપી વિદ્યાર્થીઓને આપવા જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here