કોરોના : દહેગામ : સ્કુલ કોલેજો ૧૫ દીવસ માટે બંધ, પરંતુ સરકારી ઓફિસમાં ભીડ

0
7

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સ્કુલ કોલેજો બંધ કરવામા આવી પરંતુ સરકારી કચેરીઓમા લોકોની ભારે ભીડ.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે થીયેટરો, સ્કુલો, કોલેજો, મોલ, સ્વિમીગ પુલ બંધ કરાવ્યા છે. પરંતુ દહેગામમા આવેલી સેવાસદન કચેરી, તાલુકા પંચાયત કચેરી અને નગરપાલિકા અને બેંકોમા હાલમા લોકોની ભારે ભીડ જોવા મળી છે અને આ સરકારી કચેરીમા લોકોની લાંબી કતારો લાગી રહી છે. ત્યારે સરકાર અહી પણ તકેદારીના પગલા ભરવામા આવે તે જરૂરી બનવા પામ્યુ છે.

ગુજરાત સરકાર દ્વારા ૧૫ દીવસ સ્કુલો, કોલેજો, થીયેટરો અને મોલો બંધ કરવામા આવ્યા તથા સરકારી કાર્યક્રમો, સમારંભો અને ધાર્મિક કથાઓના કાર્યક્રમો બંધ કરવામા આવ્યા અને સરકારે લોકો એક જગ્યાએ ભેગા ન થાય તેના માટે હુકમો કરવામા આવ્યા છે. ત્યારે દહેગામ ખાતે આવેલ મામલતદાર કચેરીમા જનસેવા કેંદ્ર અને આધારકાર્ડ તેમજ અન્ય શાખાઓમા હાલમા અરજદારોની ભારે ભીડ જોવા મળી છે. તો સરકારે આ બાબતે તકેદારીના પગલા ભરે તે જરૂરી બન્યુ છે. અને આ રોગચાળો વાયરસ દ્વારા વધી રહ્યો છે. ત્યારે જરૂરી તકેદારીના પગલા ભરવા જોઈએ.

 

 

  • દહેગામમા આવેલી સરકારી કચેરીઓમા અરજદારોની લાંબી કતારો
  • દહેગામ ખાતે આવેલી સરકારી કચેરીઓમા તાલુકા અને શહેરની જનતાના જુદા જુદા કામો માટે વધી રહેલો ઘસારો સવારથી જ આ કચેરીઓમા અરજદારોની લાંબી કતારો લાગી જાય છે
  • સરકારી કચેરીમા ભીડ દુર થાય તેના માટે તકેદારીના પગલા લેવાની જરૂર વર્તાઈ રહી છે

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here