કોરોના ઇફેક્ટ : મોરબી જિલ્લામાં તા.16 થી 29 માર્ચ સુધી શાળા કોલેજો રહેશે બંધ.

0
7
કોરોના વાયરસના કહેરને કારણે ગુજરાત સરકારે સાવચેતીના પગલાં રૂપે મોરબી જિલ્લા સહિત રાજ્યભરની શાળા કોલેજોને આવતીકાલ તા.16 થી 29 માર્ચ સુધી બંધ રાખવાનો સત્તાવાર નિર્ણય જાહેર કર્યો છે.જોકે આ બંધ દરમિયાનબોર્ડની પરીક્ષામાં કોઈ ખેલલ નહિ પહોંચે ,રાબેતા મુજબ બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે તેવો જિલ્લા શિક્ષણાધિકારીએ નિર્દેશ આપ્યો છે.
બોર્ડની પરીક્ષામાં રાબેતા મુજબ બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે : જિલ્લા શિક્ષણાધિકારી
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકર મચાવી દીધો છે.ત્યારો કોરોના વાયરસ ભારતમાં પણ ફેલાતા લોકોમાં ભારે ભયનો માહોલ છે.ત્યારે કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલ થી બે અઠવાડીયા માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે.આ અંગે પુષ્ટિ આપતા જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નિર્ણયને પગલે રાજ્યભરની સાથે મોરબી જિલ્લાની શાળા કોલેજો આવતીકાલે તા.16 થી 29 માર્ચ સુધી બંધ રહેશે.આ બંધ દરમિયાન બોર્ડની પરીક્ષામાં કોઈ ખેલલ નહિ પહોંચે ,રાબેતા મુજબ બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે..
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here