બનાસકાંઠા : ધાનેરા માં આવેલી સ્કૂલ વિવેકાનંદ કેમ્પસ માં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનવાનું અભ્યાન હાથ ધર્યું

0
0
બનાસકાંઠા જિલ્લા માં ધાનેરા માં આવેલી સ્કૂલ સૌપ્રથમ વિવેકાનંદ કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનવાનું અભ્યાન હાથ ધર્યું અને સ્કૂલ માં સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાનો કરાયો નિર્ણય.
2 જી ઓક્ટોબર થી સમગ્ર દેશ માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પતિબંધ કરવાની મોહિમ ચાલી રહી છે એ પહેલાં જ ધાનેરા માં આવેલા ચૌધરી સમાજ ના વિવેકાનંદ કેમ્પસ માં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પતિબંધ કરી ને સમાજ અને અન્ય લોકો ને રાહ ચીંધ્યો છે કેમ્પસમાં ભણતા અંદાજે 4500 કરતા વધુ વિધાર્થીઓ સહિત શિક્ષકોએ પણ પ્લાસ્ટિક ન વાપરવાનો નો નિર્ણય કરી અને સ્કૂલ અને સમાજ ને દાખલો પૂરો પડ્યો છે.
સાથોસાથ સ્કૂલ દ્રારા સિંગલ યુઝ પ્લાસ્ટીક ન વાપરવા અને લોકો ને આહવાન કરવામાં આવ્યું છે અને પ્લાસ્ટિક થી થતા પર્યાવરણ ને નુકશાન બાબતે મોહિમ પણ ચલાવવામાં આવી છે કેમ્પસ આચાર્ય ગોવિદાભાઈ પટેલ અને સંસ્થા ના પ્રમુખ રાયમલભાઈ પટેલ થકી આ મોહિમે સમગ્ર કેમ્પસ ને પ્લાસ્ટિક મુક્ત બનાવી છે જે આખા જિલ્લા માં સૌ પ્રથમ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ બની છે….
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here