Tuesday, September 21, 2021
Homeસ્કૂલોએ વિદ્યાર્થીઓને ફેસ શિલ્ડ-સર્જિકલ ગ્લોવ્ઝ પહેરીને બોલાવ્યા
Array

સ્કૂલોએ વિદ્યાર્થીઓને ફેસ શિલ્ડ-સર્જિકલ ગ્લોવ્ઝ પહેરીને બોલાવ્યા

સોમવારથી ધોરણ-9થી 11ની સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશનનો પ્રારંભ થશે. જોકે, ફરી કોરોના ફેલાય નહીં તે માટે સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ્કની સાથે ફેસ શિલ્ડ અને સર્જિકલ હેન્ડગ્લોવ્ઝ પહેરવા સૂચન કર્યું છે. કેટલીક સ્કૂલોએ રિસેસ આપવાની પણ ના પાડી છે. ડીઇઓએ પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને આસિ. ઇન્સ્પેક્ટરોને સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા આદેશ કર્યો છે.

ડીઇઓએ રાજ્યગુરૂએ કહ્યુ હતું કે આ વખતે ગાઇડ લાઇનમાં ફેસ માસ્ક પહેરવાનું કહેવાયું છે. પહેલા દિવસે 75થી 80 ટકાની વચ્ચે હાજરી જોવા મળશે. ગાઇડ લાઇનનું પાલન નહીં કરનારી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરાશે. વાલીઓ કોઈ પણ ફરિયાદ હોય તો અમને જણાવી શકશે. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા સ્કૂલોમાં રંગોળી, ફુલોથી સુશોભન કરાયા હતા. શહેરની સાથે જિલ્લામાં ધોરણ-9થી 11ની 700 સેલ્ફ ફાયનાન્સ, 196 ગ્રાન્ટેડ અને 23 સરકારી મળી કુલ 919 સ્કૂલ કાર્યરત છે. જેમાં 2 લાખ વિદ્યાર્થી છે.

કોરોનાની ત્રીજી લહેર રોકવા સાવચેતી રખાઈ છે

કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે ફેસ શિલ્ડ પહેરવા સૂચન કર્યું છે. જે સ્ટાફ કર્મીઓ માટે પણ ફરજિયાત રહેશે. :- મીતા વકિલ, પ્રિન્સિપાલ, ભૂલકા વિહાર

ખિસ્સામાં સેનિટાઇઝર પણ રાખવું પડશે

ફેશ શિલ્ડ કે માસ્ક ફરજિયાત છે. સર્જિકલ હેન્ડ ગ્લોવ્ઝ પણ પહેરવા સૂચન કર્યું છે. ખિસ્સામાં સેનિટાઇઝર રાખવું પડશે. :- પ્રીતી શાહ, પ્રિન્સિપાલ, શ્રી સરસ્વતી વિદ્યાલ

​​​​​​​ ઓનલાઇનમાં બાળક શિસ્ત ભૂલ્યા છે. જેથી પિરિડયમાં પહેલી 15 મિનિટ શિસ્ત ભણાવાશે. ફેશ શિલ્ડથી બાળકો હાથને મોં પર અડતા અટકશે. :- રવિ ડાવરીયા, ટ્રસ્ટી, વસિષ્ઠ વિદ્યાલય

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments