રાજયમાં દિવાળી પહેલા શાળાઓ નહી ખૂલે..!

0
0

રાજ્યમાં શાળાઓ શરૃ કરવા અંગેના મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળી બાદ જ શાળાઓ શરૂ કરવા સરકાર વિચારણા કરી રહી છે. હાલમાં રાજ્યમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે ત્યારે કોરોનાની સ્થિતિને લઈને સરકાર મહત્વપૂર્ણ લઇ શકે છે. દીવાળી સુધી રાજ્યની શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાદ શાળા શરૂ કરવા સરકાર વિચારણા કરશે.

અનલોકમાં ધીરે ધીરે કરીને બધુ ખૂલી રહ્યું છે. જે નથી ખૂલ્યું તે છે શાળા. જેના પર અનેક સવાલો ઉભા થયા છે. દરેક વાલીને એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, આખરે શાળાઓ ક્યારે ખૂલશે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફ મળતી માહિતી મુજબ, દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે.

કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here