Tuesday, January 18, 2022
Homeકાશ્મીરમાં પ્રતિબંધો વચ્ચે આજે શાળાઓ ખૂલશે અને કાર્યાલયોમાં કામ થશે
Array

કાશ્મીરમાં પ્રતિબંધો વચ્ચે આજે શાળાઓ ખૂલશે અને કાર્યાલયોમાં કામ થશે

જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓનું કહેવું છે કે સોમવારે પ્રાથમિક શાળાઓ અને સરકારી કાર્યાલયોમાં રાબેતા મુજબ કામ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરની સરકારના પ્રવક્તા અને રાજ્યના મુખ્ય સચિવ રોહિત કંસલે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું, “શ્રીનગર એકલામાં 190 જેટલી પ્રાથમિક શાળાઓને રાબેતા મુજબ ખોલવાની અમારી યોજના છે. અમને આશા છે કે સરકારી કાર્યાલયો પણ પૂર્ણ રીતે કામ કરવા લાગશે અને આગળ અમે બીજા ક્ષેત્રોમાં પણ કામ કરીશું.”

જોકે, શ્રીનગર ખાતેના બીબીસીના સંવાદદાતા આમીર પીરઝાદાએ જણાવ્યું છે કે હકીકતમાં સ્થિતિ એટલી સામાન્ય નથી કે લોકો પોતાનાં બાળકોને શાળાએ મોકલે.

આમીરે જણાવ્યું, “શાળાઓ પણ એ જ વિસ્તારોમાં ખોલવાની વાત કરવામાં આવી છે કે જે શાંત વિસ્તાર માનવામાં આવે છે. સરકાર તરફથી શાળાઓ શરૂ કરવાના અને શિક્ષકોને શાળાએ જવાના આદેશ આવી ગયા છે. જોકે, સોમવારે એ જોવાનું રહેશે કે આ આદેશ છતાં શાળાએ કેટલા પહોંચે છે.”

ભારત પ્રશાસિત કાશ્મીરમાં છેલ્લા બે સપ્તાહથી લાગુ પ્રતિબંધોમાં છૂટ આપવાનો સિલસિલો શરૂ કરાયો છે. જોકે, ખીણવિસ્તારના કેટલાય ભાગોમાં હજુ પણ અવરજવર અને ફોન-ઇન્ટરનેટની સ્થિતિ સામાન્ય થઈ શકી નથી.

પ્રવક્તાએ એવું પણ જણાવ્યું છે કે પ્રદેશમાં લૅન્ડલાઇન-ફોનની સુવિધા ટૂંક સમયમાં જ ચાલુ કરી દેવાશે.

જોકે, શનિવારે જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસી એમ પાંચ જિલ્લાનાં વડામથકમાં મોબાઇલની 2જી સેવા ચાલુ કરાઈ કરાઈ હતી, જેને ફરીથી બંધ કરી દેવામાં આવી છે.

અધિકારીઓનું કહેવું છે કે ટેકનિકલ ખામીને કારણે આવું કરવું પડ્યું હતું.

મોબાઇલ-ઇન્ટરનેટ પર કેમ નિયંત્રણ?

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર કે. વિજય કુમારે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાના અમલ માટે પ્રદેશમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સુવિધાઓ પર નિયંત્રણ લદાયું છે.

કે. વિજય કુમારે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં અમારા ભૂતકાળના અનુભવ અને આ નિયંત્રણ રેખાનું અહીંથી નજીકનું અંતર ધ્યાને લઈને અમે આવું આવું કર્યું છે. સરહદપારથી થઈ રહેલી હલચલથી અમે સતર્ક છીએ અને એટલે જ અમે સંપર્કના તમામ સ્રોત એક સાથે ખોલવા માગતા નથી.”

જમ્મુના સ્થાનિક પત્રકાર મોહિત કંધારીએ જણાવ્યું, “રવિવારે 10 વાગ્યાથી ફરીથી આ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કોઈ પણ અધિકારીએ આ અંગે કોઈ વિસ્તૃત નિવેદન જાહેર નથી કર્યું. આ ઉપરાંત રાજૌરી, કિશ્તવાડ, પુંછ, ડોડા અને રામબન જિલ્લાઓમાં પહેલાંથી જ સેવાઓ બંધ છે. ત્યાં કેટલીક જગ્યાએ લૅન્ડલાઇન ચાલુ છે પણ મોબાઇલ સેવા અને ઇન્ટનેટ બંધ છે.”

મોહિત કંધારીના મતે જમ્મુના ડિવિઝનલ કમિશનર સંજીવ વર્માએ તેમને માત્ર એટલું જ જણાવ્યું છે કે ટેલિકૉમ કંપનીઓએ ટેકનિકલ ખામીને પગલે આ સેવાઓ અટકાવી દીધી છે.

જમ્મુના કેટલાય વિસ્તારોમાં અફવા પણ પ્રસરી છે, જેને લીધે પેટ્રોલપંપ પર લાંબી કતારો જોવા મળી છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા માટે જમ્મુના આઈજી મુકેશ સિંહે નિવેદન જાહેર કર્યું છે.

આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહે રવિવારે જમ્મુ વિસ્તારની મુલાકાત લઈને સુરક્ષા અને વ્યવસ્થાની સ્થિતિ ચકાસી.

રાજૌરી અને ઉધમપુરની મુલાકાત લીધા બાદ તેમણે વરિષ્ઠ પોલીસઅધિકારીઓ સાથે બેઠક પણ કરી.

નોંધનીય છે કે ભારત પ્રશાસિત કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં કર્ફ્યુમાં છૂટ અપાયા બાદ તેને ફરીથી કડક કરી દેવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular