Saturday, September 18, 2021
Homeવૈજ્ઞાનિકોનો દાવો : પેઈન્ટ અને જંતુનાશકોને લીધે 9 લાખ લોકો સમય પહેલાં...
Array

વૈજ્ઞાનિકોનો દાવો : પેઈન્ટ અને જંતુનાશકોને લીધે 9 લાખ લોકો સમય પહેલાં મૃત્યુ પામી રહ્યા

દર વર્ષે દુનિયાભરમાં પેઈન્ટ અને જંતુનાશકોને લીધે 9 લાખ લોકો સમય પહેલાં મૃત્યુ પામી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, પેઈન્ટ અને જંતુનાશકોથી વધતા એર પોલ્યુશનનાં સૂક્ષ્મ કણો નુકસાન પહોંચાડી રહ્યા છે. આવો દાવો અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો છે.

આ સૂક્ષ્મ કણને લીધે દર વર્ષે 3.4 લાખથી લઈને 9 લાખ લોકોની પ્રી-મેચ્યોર ડેથ થઈ રહી છે. સંશોધક બેન્ઝામિન નોલ્ટે કહ્યું, જેટલા મૃત્યુનું અનુમાન કર્યું હતું તેના કરતાં આ આંકડો ઘણો વધારે છે.

ઓર્ગેનિક એરસોલ રોકવાની જરૂર છે
આની પહેલાં થયેલા રિસર્ચમાં જણાવ્યું હતું કે, પ્રદૂષણના સૂક્ષ્મ કણ (PM 2.5)ને લીધે દર વર્ષે દુનિયાભરમાં 30થી 40 લાખ લોકોના મૃત્યુ થઈ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. આ કણો માટે એક લિમિટ નક્કી કરી હતી. આ ગાઈડલઈનમાં પાવર પ્લાન્ટ, ડીઝલ એક્લોસ્ટ અને ઇંધણમાંથી નીકળતા સલ્ફર અને નાઈટ્રોજન ઓક્સાઈડને કંટ્રોલ કરવાની વાત જણાવી હતી.

પરંતુ નવી સ્ટડીમાં આવા ઓર્ગેનિક એરોસોલને કંટ્રોલ કરવાની વાત જણાવી છે. આ પાર્ટિકલ્સ ક્લીનિંગ અને પેઈન્ટમાંથી આવે છે. સંશોધક બેન્ઝામિને કહ્યું કે, જો તમે આવા કેમિકલવાળા પ્રોડક્ટથી દૂર રહો છો તો મૃત્યુના જોખમ વધારનારા સોર્સથી પણ દૂર રહી શકશો.

વૈજ્ઞાનિકોએ છેલ્લા 2 દાયકામાં ઉત્સર્જન પર અલગ-અલગ 11 રિસર્ચ કર્યું. આ રિસર્ચ બેઈજિંગ, લંડન અને ન્યૂ યોર્કમાં થયું હતું. રિસર્ચમાં ખબર પડી કે, માણસોના કામ એટલે કે લાકડા અને ચારકોલ સળગાવવા, ઘરમાં કેમિકલવાળા પેઈન્ટ કરાવવા અને વધારે કેમિકલવાળા પ્રોડક્ટના ઉપયોગથી ખરાબ અસર પડે છે. આ કારણે એરોસોલ હવામાં પહોંચે છે અને નુકસાન પહોંચાડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments