વૈજ્ઞાનિકોનો પ્રયોગ : હવે સ્માર્ટફોનના કેમેરાથી જ મોંઢાના બેક્ટેરિયાની તપાસ કરી શકાશે

0
0

સ્માર્ટફોને આપણા સૌની લાઈફ સરળ બનાવી છે. ડે ટુ ડે રૂટિનથી એડવાન્સ ચાલીને અમેરિકન વૈજ્ઞાનિકોએ સ્માર્ટફોનનો ઉપયોગ હેલ્થ પ્રેક્ટિસ માટે કેવી રીતે કરી શકાય તેનો તોડ શોધી કાઢ્યો છે. સ્માર્ટફોનના કેમેરાથી હવે જીભ સ્કેન કરી બેક્ટેરિયાની હાજરી છે કે કેમ તે જાણી શકાશે. તેના માટે વૈજ્ઞાનિકોએ મોબાઈલ કેમેરામાં ફેરફાર કર્યો અને તેને LED બ્લેક લાઈટથી કનેક્ટ કર્યો. તેની મદદથી દાંતના બેક્ટેરિયા પણ જોઈ શકાશે. સાથે જ તે એક્ને બેક્ટેરિયા પણ જોઈ શકશે.

ઘરે જ બેક્ટેરિયાની તપાસ કરી શકાશે
તેને તૈયાર કરનાર વોશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્માર્ટફોન દુનિયાભરમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. તે લોકોના બજેટમાં છે અને બેક્ટેરિયાની તપાસ કરવી હવે સરળ બનશે. આ ડિવાઈસની મદદથી ઘરે જ લોકો મોંઢાના બેક્ટેરિયાની તપાસ કરી શકશે.

સંશોધક ડૉ. રૂઈકેન્ગ વેંગનું કહેવું છે કે, સ્કિન અને મોંના બેક્ટેરિયા આપણાં સ્વાસ્થ્ય પર અસર કરે છે. દાંત અને પેઢાંના બેક્ટેરિયા ઈજા થાય તો તેને રિકવર કરવાની પ્રોસેસ ધીમી કરે છે.

આ રીતે બેક્ટેરિયા ચમકતા દેખાય છે
આ રીતે બેક્ટેરિયા ચમકતા દેખાય છે

આ રીતે બેક્ટેરિયાની ઓળખ થાય છે
બેક્ટેરિયાની તપાસ માટે 3D રિંગવાળા મોબાઈલ કેમેરામાં 10 LED લાઈટ અટેચ કરવામાં આવે છે. રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, બેક્ટેરિયા ખાસ પ્રકારના તરંગો છોડે છે, તેથી તે સામાન્ય કેમેરામાં દેખાતા નથી, પરંતુ બ્લેક LED લાઈટથી તેમની તરંગોની ઓળખ કરી શકાય છે.

સ્કિન પર વધારે દેખાય છે બેક્ટેરિયા
સંશોધક ડૉ. કિંગહુઆનું કહેવું છે કે, LED લાઈટ એમિટ થવાથી બેક્ટેરિયામાંથી નીકળતું ખાસ પ્રકારનું મોલિક્યુલ (પોરફાયરિન) લાલ ચમકદાર સિગ્નલ આપે છે. તેને સ્માર્ટફોન કેમેરા કેપ્ચર કરે છે. ડૉ. કિંગહુઆ જણાવે છે કે, જ્યારે શરીર પર ઈજાના ઘા ભરાતા નથી ત્યારે પોરફાયરિન મોલિક્યુલ વધારે જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here