Thursday, August 5, 2021
No menu items!
Homeવૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટેની પદ્ધતિ શોધી, જેના ઉપયોગથી કેન્સરનાં સેલ્સ ફેટ...
Array

વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવાર માટેની પદ્ધતિ શોધી, જેના ઉપયોગથી કેન્સરનાં સેલ્સ ફેટ સેલ્સમાં પરિવર્તિત થશે

હેલ્થ ડેસ્ક: મેડિકલ રિસર્ચર્સ માટે કેન્સરની સચોટ સારવાર શોધવી મોટી સમસ્યા હતી. વર્ષ 2018માં દુનિયાભરમાં 96 લાખ લોકો કેન્સરને લીધે મૃત્યુ પામ્યા હતા. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ કેન્સરના ટ્યુમરને અન્ય રૂપમાં બદલીને તેની સારવાર કરવામાં સફળતા હાંસિલ કરી છે. સ્વિત્ઝરલેન્ડના વૈજ્ઞાનિકોની એક ટીમે બ્રેસ્ટ કેન્સરનાં ગ્રોથને રોકવા માટેની પદ્ધતિ શોધી છે. તેનો ઉપયોગ કરીને બ્રેસ્ટ કેન્સરના સેલ્સને ફેટ સેલ્સ એટલે કે ચરબીના સેલ્સમાં પરિવર્તિત કરી શકાય છે.

રિસર્ચ
ઉંદરો પર કરવામાં આવેલી રિસર્ચમાં ‘યુનિવર્સિટી ઓફ બેસલ‘ના વૈજ્ઞાનિકોની ટીમે શરીરમાં એવી જગ્યાઓ બનાવી તેના માધ્યમથી metastasising એટલે કે રૂપ પરિવર્તિત કરીને, ઝડપથી વધતા કેન્સર સેલ્સનું વિભાજન કરીને તેને ફેટ સેલ્સમાં પરિવર્તિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. કેન્સર શરીરમાં 2 પ્રકારે પરિવર્તિત થાય છે અથવા વધે છે- epithelial-mesenchymal transition (EMT) અને mesenchymal‐to‐epithelial transition (MET).

કેન્સર સેલ્સને ફેટ સેલ્સમાં પરિવર્તિત કરવામાં સફળતા 
આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસની સારવારમાં વપરાતી દવા rosiglitazone અને કેન્સરની સારવારમાં વપરાતી દવા trametinibનો સંયુક્ત ઉપયોગ કર્યો હતો. તેનો ઉપયોગ કરીને ઉંદરોના કેન્સર સેલ્સની આક્રમકતાની સારવાર કરવામાં આવી હતી. તે દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, કેન્સર સેલ્સ જ્યારે આ બન્ને દવાઓના સંપર્કમાં આવ્યા ત્યારે કેન્સર સેલ્સએ EMT અને METના માધ્યમથી રસ્તો બદલવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રક્રિયામાં કેન્સર સેલ્સ પ્રસરવાને બદલે ફેટ સેલ્સમાં પરિવર્તિત થયાં હતાં. આ સમગ્ર પ્રક્રિયાને ‘એડિપોજિનેસિસ’ (adipogenesis) કહેવામાં આવે છે.

આ રિસર્ચ ના પરિણામ પુરવાર કરે છે કે, જો બ્રેસ્ટ કેન્સરનાં દર્દીને થેરપીની સાથે rosiglitazone અને trametinib દવા આપવામાં આવે તો તેની અસર કેન્સર સેલ્સના પ્લાસ્ટીસિટિ પર ટાર્ગેટ કરે છે. જોકે આ પ્રક્રિયા તમામ પ્રકારના કેન્સર સેલ્સમાં સફળ જોવા મળી ન હતી, પરંતુ બ્રેસ્ટ કેન્સરના સેલ્સ પર તેનો સારો પ્રભાવ જોવા મળ્યો હતો. આ પ્રક્રિયાથી કેન્સર સેલ્સ ફેટ સેલ્સમાં તો પરિવર્તિત થાય છે, સાથે જ નવા સેલ્સ ઉત્પન્ન પણ નથી થતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments