ઈનોવેશન : CSIR દિલ્હીના વૈજ્ઞાનિકોએ ગણતરીની મિનિટોમાં કોરોના ટેસ્ટ કરતી સ્ટ્રિપ વિકસાવી, ‘સત્યજિત રે’ની ફિક્શન પર તેનું નામ ‘Feluda’ રાખવામાં આવ્યું

0
9

કોરોનાવાઈરસના કેસો દિવસેને દિવસે વધતા જાય છે. દેશમાં તેનો આંકડો 17,000ને પાર પહોંચ્યો છે. તેવામા જરૂરી છે કે મોટા પાયે અને ઝડપી કોરોના વાઈરસનું ટેસ્ટિંગ થાય. દિલ્હીની CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચર્સ)  અને IGIB (ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમ અને ઈન્ટરગ્રેટિવ બાયોલોજી)ના વૈજ્ઞાનિકો ડો. સૌવિક મૈતી અને ડો. દેબોજ્યોતિ ચક્રવતીએ કોરોનાવાઈરસની રેપિડ ટેસ્ટિંગ સ્ટ્રિપ ‘Feluda’ વિકસાવી છે. મૂળ બંગાળના વૈજ્ઞાનિકોએ બંગાળી ફિલ્મમેકર અને સત્યજીત રેના ફિક્શન ‘Feluda’ને આધારે તેને નામ અપાયું છે.

‘Feluda’ બનાવવામાં 2 મહિનાનો સમય લાગ્યો

ડો. દેબોજ્યોતિ ચક્રવતીના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું ટૂલ વિકસાવવા માટે 2 વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા હતા પરંતુ કોરોનાવાઈરસના કહેર વચ્ચે તેનું ફાસ્ટ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ‘Feluda’ ને બનાવવામાં

2 મહિનાનો સમય લાગ્યો હતો.

હાલ કોરોનાવાઈરસના ટેસ્ટિંગ માટે રિઅલ ટાઈમ પોલિમર્સ ચેઈન રિએક્શન (RT-PCR) CRISPR-CAS-9નો પદ્ઘતિનો ઉપયોગ કરવામાં આવે છે. તે વધારે સમય સાથે ખર્ચાળ પણ હોય છે. પ્રાઈવેટ લેબમાં 4,500 રૂપિયાનો એક ટેસ્ટ થાય છે, જ્યારે ‘Feluda’ની કિંમત 500 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ પેપર ટેસ્ટ કિટ એડ્જ જીન એડિટિગ ટૂલ કોરોનાવાઈરસના જીનોમ સિક્લવન્સની ઓળખ કરે છે.

‘Feluda’ની એક્યુરસી 100%

આ ટેસ્ટ પેપર સ્ટ્રિપ પ્રેગ્નન્સી કિટની જેમ જ કાર્ય કરે છે. આ સ્ટ્રિપ પોતાનો કલર ચેન્જ કરે છે. તેને આધારે કોરોનાવાઈરસ પોઝિટિવ અથવા નેગેટિવની જાણ થાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ ‘Feluda’ની એક્યુરસી 100% છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here