Sunday, July 20, 2025
HomeઑટોમોબાઈલAUTOMOBILE : સ્કૂટરના વેચાણે જૂના તમામ રેકોર્ડ તોડયા

AUTOMOBILE : સ્કૂટરના વેચાણે જૂના તમામ રેકોર્ડ તોડયા

- Advertisement -

ભારતના રસ્તાઓ પર ફરી એકવાર દ્વિચક્રી વાહનોની બોલબાલા છે. તેમાં પણ ખાસ સ્કૂટરની ઝડપ વધી ગઈ છે. થોડા વર્ષો પહેલા સુધી દરેક ઘરનો મહત્વપૂર્ણ ભાગ ગણાતા સ્કૂટર હવે નવી ટેકનોલોજી અને આધુનિક ડિઝાઇન સાથે શાનદાર વાપસી કરી રહ્યા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં એપ્રિલથી ફેબુ્રઆરીમાં સ્કૂટરનું વેચાણ ૧૬.૬ ટકા વધીને લગભગ ૬૩ લાખ યુનિટ સુધી પહોંચ્યું છે અને ભૂતકાળના રેકોર્ડ સ્તરને વટાવી જવાની નજીક પહોંચી ગયું છે. તેનાથી વિપરીત મોટરસાઇકલ બજારમાં પ્રમાણમાં ધીમી વૃદ્ધિ જોવા મળી છે. વેચાણ માત્ર ૫ ટકા વધીને ૧.૧૨ કરોડ યુનિટ થયું છે.

હવે શહેરીકરણનો વધતો પ્રભાવ, અનુકૂળ પરિવહનની માંગ અને ઇલેક્ટ્રિક સ્કૂટરની લોકપ્રિયતાએ સ્કૂટર બજારને નવી ઊંચાઈએ પહોંચાડયું છે. આધુનિક ટેકનોલોજી, વધતા ઇંધણના ભાવ અને સરકારની ઈવી પોલિસીઓને કારણે સ્કૂટરનું વેચાણ જૂના રેકોર્ડ તોડવાની આરે છે.

ભારતમાં સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે અને તે મોટરસાયકલ કરતા ત્રણ ગણી ઝડપથી વધી રહી છે.

નિષ્ણાતોના મતે, સ્કૂટરમાં આ તેજી પાછળ ઘણા કારણો છે, જેમાંથી મુખ્ય કારણો નવા લોન્ચ, ડિસ્કાઉન્ટમાં વધારો અને ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો છે. ૨૦૨૫માં સ્કૂટરનું વેચાણ ૭૦ લાખ યુનિટ સુધી પહોંચી શકે છે. છેલ્લા બે વર્ષમાં મોટરસાઇકલ બજારનો કુલ હિસ્સો ૬૩.૧ ટકાથી ઘટીને ૬૦.૭ ટકા થયો છે.

ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે. ૨૦૨૪માં કુલ ૧૧.૫ લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વેચાયા હતા, જે કુલ ટુ-વ્હીલર માર્કેટના ૬.૩ ટકા બજાર હિસ્સો ધરાવે છે. સરકારની ‘પીએમ ઈ-ડ્રાઈવ’ યોજના હેઠળ ૧૦,૦૦૦ રૂપિયા સુધીની સબસિડીને કારણે લોકો વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular