Thursday, October 28, 2021
Homeઘરે બેઠાં મેળવી શકાશે સ્કૂટર અને બાઈક : આ કંપનીએ શરૂ કરી...
Array

ઘરે બેઠાં મેળવી શકાશે સ્કૂટર અને બાઈક : આ કંપનીએ શરૂ કરી હોમ ડિલીવરી

નવી દિલ્હી : દેશની સૌથી મોટી ટુ-વ્હીલર વાહન ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ (Hero Motocorp) તેના બાઈક અને સ્કૂટર સીધા જ ગ્રાહકોને ઘરે મળી જાય તેવી યોજના પર અમલ કરી રહી છે. કંપની તે માટે મામુલી ફી લેશે. કંપનીએ અગાઉથી જ ત્રણ શહેરો મુંબઈ, બેંગ્લોર અને નોઈડામાં આ સેવાની શરૂઆત કરી દીધી છે. હવે આ યોજના આગામી કેટલાક મહિનાઓમાં તબક્કાવાર દેશના 25 શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે.

કંપનીના માર્કેટિંગના પ્રમુખ (વેચાણ) સંજય ભાને મીડિયાને જણાવ્યું હતું કે, અમે નવીન પ્રક્રિયા અને કારોબારી મોડલને વિકસિત કરવામાં સતત રોકાણ કરતા રહીએ છીએ. આ યોજના ગ્રાહકોને ટુ-વ્હિલર સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ અનુભવ પુરો પાડવા માટેની છે. અમારું ટુ-વ્હિલર શ્રેણીમાં આ નવું અભિયાન ગ્રાહક અનુભવોને નવી ઊંચાઈ આપશે. કંપનીએ તે માટે એક પોર્ટલની શરૂઆત કરી છે. ગ્રાહકો પોર્ટલ દ્વારા બુકિંગ કરાવીને તેમના પસંદગીના સરનામે બાઈકની ડિલવરી મેળવી શકે છે, તે માટે તેમણે માત્ર 349 રૂપિયાની ફી આપવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments