મંત્રીના સમર્થનમાં મોઢા પર કાળું કપડું બાંધીને ચલાવી સ્કુટી

0
7

ચૂંટણી દરમિયાન નેતાઓ અને તેમના સમર્થકો જેટલા નાટક કરે તેટલા ઓછા. તમિલનાડુમાં પણ મતદાતાઓને આકર્ષિત કરવા માટે પાર્ટીઓ ચિત્ર-વિચિત્ર રસ્તા અપનાવી રહી છે. ત્યારે AIADMK પાર્ટીના ઉમેદવાર અને રાજ્ય મંત્રી એસ.પી વેલુમનીના એક સમર્થકે મતદાતાઓનું ધ્યાન ખેંચવા માટે મોઢા પર કાળું કપડું બાંધીને અનેક કિલોમીટર સુધી દ્વિચક્રી વાહન ચલાવ્યું હતું. તે વ્યક્તિની આંખો સહિત આખુ મોઢું કાળા કપડા વડે ઢાંકી દેવામાં આવ્યું હતું અને પહેલા આંખો પર એવી રીતે પટ્ટી બાંધવામાં આવી હતી જેથી કશું જ જોઈ ન શકાય.

વેલુમનીના સમર્થક યુએમટી રાજાના કહેવા પ્રમાણે તેમણે તમિલનાડુમાં AIADMK સરકારની ઉપલબ્ધિઓને લઈ લોકોમાં જાગૃત્તિ ફેલાય તે માટે આ રીતે મોઢા પર કાળું કપડું બાંધીન સ્કુટી ચલાવી હતી. તેઓ વેલુમનીએ મંત્રીકાળ દરમિયાન કેટલું કામ કર્યું છે તે મતદાતાઓને બતાવવા માંગતા હતા.

રાજાના કહેવા પ્રમાણે 10 વર્ષ પહેલા રસ્તા પર ખુલ્લી આંખે ચાલવું પણ મુશ્કેલ હતું પરંતુ AIADMK સરકારના સુશાસન, તેમના દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા સારા રસ્તા અને સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે તે આંખો પર પટ્ટી બાંધીને પણ વાહન ચલાવી શકે છે. લોકોને આ મેસેજ આપવા જ તેમણે આ રીતે વાહન ચલાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ વખતે તમિલનાડુમાં ઉમેદવારો અને તેમના સમર્થકો નવી-નવી રીતે મતદાતાઓને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ ઢોસા બનાવી રહ્યું છે, તો કોઈ રસ્તા પર મતદાતાઓના કપડા ધોઈ રહ્યું છે. વળી કોઈ તો રસ્તા પર સિંબલમ માર્શલ આર્ટનું પ્રદર્શન પણ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here