મોરબી : માળીયા પાસેથી ઇંગ્લીશ દારૂની 180 બોટલો સાથે સ્કોર્પિયો ગાડી ઝડપાઇ.

0
33

માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે રોડ પરથી પસાર થતી સ્કોર્પિયો કારને આંતરીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 180 બોટલો મળી આવી હતી. પોલીસે કાર અને ઇંગ્લીશ દારૂ સહિત રૂ. 6,71,500ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કંડલા-મોરબી હાઈવે પર દારૂ પકડાયો મોરબી એલસીબીના દશરથસિંહ પરમાર તથા નિરવભાઇ મકવાણાને ખાનગી રાહે અગાઉથી બાતમી મળી હતી. જેના આધારે સામાખિયાળી તરફથી આવતી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નં. GJ-03-LM-7201ને કંડલા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર આંતરીને પોલીસ દ્વારા સઘન તલાશી લેવામાં આવી હતી. જેમાં ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ઇંગ્લીશ દારૂની 180 બોટલો મળી પોલીસે ગાડીમાંથી ઇંગ્લીશ દારૂની 180 બોટલો, કિંમત રૂ. 67,500 તથા સ્કોર્પિયો ગાડી મળીને કુલ રૂ. 6,71,500ના મુદ્દામાલ સાથે આરોપી નિલેશ ભગવાનભાઇ સોલંકી ( માળી ) ઉંમર વર્ષ- 31, રહે- આદિપુરવાળાની અટક કરવામાં આવી હતી. આ કેસમાં દારૂનો જથ્થો મોકલવાર અને મંગાવનાર સહિત ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી અન્ય બંને આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના આ દરોડામાં દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, નિરવભાઇ મકવાણા, આશીફભાઇ ચાણક્યા અને રણવિરસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ હતો.

ટંકારામાં 12 ટ્રેક્ટરોમાંથી બેટરી ચોરાયાની ફરિયાદ

મોરબી જીલ્લાના ટંકારામાં ગાયત્રીનગરમાં પ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના એક સાથે 12 ટ્રેક્ટરમાંથી બેટરી ચોરાયાની ઘટના બની હતી. આ બાબતે ફરિયાદના આધારે પોલીસે તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ટંકારા પથંકમાં ચોરીની વધતી જતી ઘટનાથી લોકોમાં ફફડાટ અને પોલીસની નિષ્કાળજીથી આ વિસ્તારના રહીશોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here