અમદાવાદ : મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધુ ડિલિવરી સ્ટાફનું સ્ક્રીનિંગ શરૂ

0
8

અમદાવાદ. લોકડાઉનને 50 દિવસ થઈ ગયા હોવાછતાં શહેરમાં કોરોના કાબૂમાં આવતો નથી. શહેરમાં 10મેની સાંજથી 11મેની સાંજ સુધીમાં કોરોનાના 268 નવા કેસ સામે આવ્યા છે અને 19ના મોત થયા છે જ્યારે 109 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં 6086 કેસો અને મૃત્યુઆંક 400 થયો છે. જ્યારે 1482 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. શહેરમાં 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરી શરૂ કરવામાં આવનાર છે. ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી તમામ મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધારે ડિલિવરી સ્ટાફનું આજથી સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોમાં સોશિયલ ડીસ્ટન્સિગ જળવાય તે રીતે તેઓને સ્ક્રિનિંગ કરી હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડની વેલિડિટી 7 દિવસ સુધી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here