Tuesday, December 7, 2021
Homeમોદી કેબિનેટમાં મહત્વના ચાર પ્રસ્તાવો પર લાગી મહોર, જાણો કોને થશે ફાયદો
Array

મોદી કેબિનેટમાં મહત્વના ચાર પ્રસ્તાવો પર લાગી મહોર, જાણો કોને થશે ફાયદો

ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તારને મંજૂરી, વેપારીઓ અને કર્મચારીઓને 24 ટકા ઇપીએફ સપોર્ટને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને CCEAની બેઠક મળી હતી. જેમાં મહત્વના ત્રણ પ્રસ્તાવોને મંજૂરી મળી છે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રાક્ચરના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રો ઇન્ફ્રા ફન્ડને મંજૂરી મળી ગઈ છે. પીએમ મોદી દ્વારા ઘોષિત ગરીક કલ્યાણ અન્ન યોજનાને પણ નવેમ્બર સુધીની મંજૂરી મળી ગઈ છે.

આ સાથે વેપારીઓ અને કર્મચારીઓના ફાયદા માટે 24 ટકા EPF મદદની પણ મંજૂરી મળી છે. આ ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી એલપીજી સિલિન્ડર યોજનાના એક્સટેશ્નશને પણ મંજૂરી મળી ગઈ છે.

જણાવી દઇએ, કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી લંબાવવા પર કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર નવેમ્બર સુધી 80 કરોડ લોકોને મફતમાં રાશન આપી રહી છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ આની જાહેરાત કરી છે. આ રાશન પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વહેંચવામાં આવી રહ્યું છે.

માર્ચ મહિનામાં સરકારે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે પ્રધાનમંત્રી અન્ન યોજનાની જાહેરાત કરી હતી. સરકાર આ યોજના હેઠળ લોકોને છેલ્લા 3 મહિનાથી મફતમાં રાશન વહેંચી રહી છે જેને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે., યોજના હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાના 80 કરોડથી વધુ લાભાર્થીઓને આગામી 5 મહિના સુધી 5 કિલો અનાજ અને 1 કિલો ચાના મફત આપવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને મળનાર ફ્રી એલપીજી સિલિન્ડર યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો, એટલે કે હજુ આગળ પણ લાભાર્થીઓને ફ્રી એલપીજી સિલિન્ડર મળતા રહેશે, તેલ કંપનીઓ ઇએમઆઇ ડીફેરમેન્ટ સ્કીમનો સમયગાળો  પણ આગામી એક વર્ષ સુધી વધારવામાં આવી શકે છે, જે હાલ જુલાઈ 2020 માં ખતમ થઇ રહી છે. એનો અર્થ એ છે કે આગામી એક વર્ષ સુધી ઉજ્જવળ યોજનાના ગ્રાહક જે એલપીજી સિલિન્ડર ખરીદે છે તેમને EMI ની કોઈ રકમ તેલ કંપનીઓને આપવાની થશે નહિ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments