વડોદરા : રાવપુરાની દેસાઈ હોસ્પિટલમાં કોરોનાની ટ્રિટમેન્ટ માટે મંજૂરી આપતા સ્થાનિકોનો હંગામો, મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો

0
5

શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી દેસાઈ હોસ્પિટલમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. કોરોનાની ટ્રિટમેન્ટ માટે મંજૂરી આપતા સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો. અગાઉ પણ શહેરના ઘણા વિસ્તારોમાં આ રીતે કોરોનાની ટ્રિટમેન્ટ માટેની મંજૂરી આપતા વિરોધ થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને છૂટા પાડ્યા હતા. ત્યારે આ મામલે વિરોધ કરવા લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. ડોક્ટરે આ વિશે જણાવ્યું હતું કે, જો કોર્પોરેશન ના પાડશે તો અમે સારવાર નહીં કરીએ.