એપ્ટેકના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગના મામલે સેબીએ રાકેશ ઝુનઝુનવાલાને કારણદર્શક નોટિસ આપી,

0
0

મુંબઈ. એપ્ટેક કંપનીના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગના મામલે શેર બજારના નિયમનકાર સેબીએ રાકેશ ઝુનઝુનવાલાને કારણદર્શક નોટિસ ફટકારી છે. એપ્ટેક IT અને એજ્યુકેશન ટ્રેનિંગ કંપની છે જે ઝુંઝુંવાલા અને તેના પરિવારની માલિકીની છે. એપ્ટેકમાં રાકેશ ઝુનઝુનવાલાનો હિસ્સો 24.24% છે, જેની કિંમત રૂ. 160 કરોડ છે. 2005થી તેમની શેર હોલ્ડિંગમાં સતત વધારો થયો છે.

ઝુનઝુનવાલા દેશના સૌથી મોટા રોકાણકાર છે

ઝુંઝુંવાલા શેર બજારમાં દેશના સૌથી મોટા રોકાણકાર છે. તેમની પાસે લગભગ 10,000 કરોડ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો છે. તાજેતરના સમયમાં, તેના પોર્ટફોલિયોમાં ઘણા શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એપ્ટેકમાં ઇન્સાઇડર ટ્રેડિંગના કેસમાં સેબી ઝુંઝુંવાલાના પરિવારની પણ તપાસ કરી રહી છે. આ તપાસ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. માનવામાં આવે છે કે સેબી આ કેસમાં ઝુનઝુનવાલાને જેટલો ફાયદો થયો છે તેની રિકવરી માટેના ઓર્ડર કરી શકે છે.

એટલું જ નહીં, એપટેકના અન્ય બોર્ડ મેમ્બર્સની પણ તપાસ ચાલી રહી છે. આ સિવાય સેબી રમેશ દામાણી અને ડિરેક્ટર મધુ જયકુમારની પણ પૂછપરછ કરી રહી છે.

એપ્ટેકમાં 2016માં ઇનસાઇડર ટ્રેડિંગ થયું હતું

સેબી ફેબ્રુઆરી-સપ્ટેમ્બર 2016 વચ્ચેના વ્યાપારની તપાસ કરી રહી છે. પૈસા વસૂલવા ઝુનઝુનવાલાનું બેંક ખાતું સીઝ થઇ શકે છે. સેબીએ શો કોઝ નોટિસમાં જણાવ્યું છે કે ઝુનઝુનવાલા સામે પગલા કેમ લેવા ન જોઈએ તે માટે તેઓએ કારણો આપવા જોઇએ. સેબીના જણાવ્યા અનુસાર તપાસમાં ઝુનઝુનવાળાની પત્ની રેખા, ભાઇ રાજેશ કુમાર, બહેન સુધા ગુપ્તા અને સાસુ સુશીલાદેવી ગુપ્તા સામેલ છે. આ લોકોને આ વર્ષે જાન્યુઆરીમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

સેબીએ ઝુંઝુંવાલાની એસેટ મેનેજમેન્ટ ફર્મ રેયર (રાકેશ રેખા) એન્ટરપ્રાઇઝના CEO ઉત્પલ શેઠની બહેન ઉષ્મા શેઠને પણ સમન્સ મોકલ્યું છે. તે એપ્ટેક બોર્ડના ડિરેક્ટર છે.

પરિવારની પૂછપરછ થઈ ચૂકી છે

અગાઉ ઝુંઝુંવાલાના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની ઓફિસમાં સેબીએ ઝુંઝુંવાલા દંપતીની કલાકો સુધી પૂછપરછ કરી હતી. ઇનસાઇડર ટ્રેડિંગ એટલે કે જેની પાસે કંપની વિશે આંતરિક માહિતી હોય, તેઓ તે મુજબ શેર ખરીદ અથવા વેચાણ કરીને પૈસા કમાય છે. અહેવાલો અનુસાર, રાકેશની પત્ની અને ભાઈએ 7 સપ્ટેમ્બરના રોજ બ્લોક ડીલ દ્વારા એપ્ટેકના 7,63,057 શેર ખરીદ્યા હતા. તે પછી ટૂંક સમયમાં, શેર્સમાં અપર સર્કિટ લાગી હતી અને આ શેરના ભાવ રૂ. 175.05 પર પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here