અમદાવાદમાં સતત બીજું ખૂન! નજીવી બાબતમાં સરેઆમ યુવકની કરપીણ હત્યા

0
12

અમરાઈવાડી બાદ જુહાપુરામાં નજીવી તકરારમાં યુવાનની ઘાતકી હત્યા 

શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ વધી રહયા છે. પોલીસની સતત વોચ છતાં અપહરણ, મારામારી, લુંટ અને ખુન સહીતના ગુનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ત્યારે શહેરમાં વધુ એક ખુનની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા અમરાઇવાડીમાં એક યુવાનને છરીના ઘા મારી બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે હજૂ આ ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અમરાઇવાડી બાદ શહેરના વેજલપુરમાં નજીવી બાબતમાં તકરાર થતાં એક યુવકને સરેઆમ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ઘટનાની વિગત મુજબ, જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરની નજીક બાઇક ટકરાતા જેવી બાબતને લઇ મોહમ્મદ સિદ્દીકી નામના યુવકની લોખંડની પાઇપ મારી હત્યા કરી દેવામાં આવી છે. મોહમ્મદ સિદ્દીકીનું બાઈક સ્લીપ થઇ જતાં આરોપીના ભાઇને ટકરાયું હતું. જેને લઇ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપી અઝહર કીટલી અને તેના સાગરીતો બાદશાહ સહિત ચાર બદમાશોએ ફૈઝલ સૈયદ સાથે મારા મારી કરવા લાગ્યા હતા. મોહમ્મદ સિદ્દીકી એકલો હોવાથી તેને તેના મિત્રને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યો હતો.

મોહમ્મદ સિદ્દીકીને બચાવવા મિત્ર વચ્ચે પડ્યો હતો. જો કે હાથના ભાગે પાઇપ વાગી જતા તે દુર જતો રહ્યો હતો. તો બીજી તરફ આરોપીઓ મોહમ્મદ સિદ્દીકીને માર મારતા રહ્યા. આ દરમિયાન આરોપીઓએ મૃતક સિદ્દીકીને મથાના ભાગે પાઇપ વાગતા બેભાન થઇ ઢળી પડ્યો હતો.

સિદ્દીકીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ હતી. મૃતકના મિત્રએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી નું કહેવું છે કે, મૃતકનું બાઈક સ્લીપ થઇ જતાં હાજર અઝહર કીટલી અને તેના સાગરીતોએ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં પાઇપથી માર મારવાનું શરૂ કરી દીધુ હતુ. જો કે બુમા બુમ કરતા આજુબાજુના લોકો બેગા થઇ ગયા હતા બાદમાં આરોપીઓ ભાગી ગયા હતા. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here