Tuesday, December 7, 2021
Homeઅપકમિંગ : સેકન્ડ જનરેશન ફોર્સ ગુરખા આ વર્ષે દીવાળી પહેલાં લોન્ચ થઈ...
Array

અપકમિંગ : સેકન્ડ જનરેશન ફોર્સ ગુરખા આ વર્ષે દીવાળી પહેલાં લોન્ચ થઈ જશે, માર્કેટમાં મહિન્દ્રા થારને ટક્કર આપશે

દિલ્હી. ફોર્સ મોટર્સ આ વર્ષના અંતમાં ઇન્ડિયન માર્કેટમાં તેની સેકન્ડ જનરેશન ગુરખા SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ પહેલીવાર આ મોડેલ ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલા ઓટો એક્સપોમાં શોકેસ કર્યું હતું.

કિંમત કેટલી હશે?
નવી ગુરખા આ વર્ષે પહેલા એપ્રિલ મહિનામાં લોન્ચ થવાની હતી. પરંતુ અત્યારે ચાલી રહેલી કોવિડ-19 મહામારીના કારણે ફોર્સ સહિત ઘણી ઓટોમોબાઇલ કંપનીઓની નવી ગાડીઓનું લોન્ચિંગ પોસ્ટપોન થઈ ગયું. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું તો એવામાં હજી નવી ગુરખાનું પ્રોડક્શન શરૂ થવાનું બાકી છે. નવી SUV માર્કેટમાં હવે દીવાળી પહેલા એટલે કે ઓક્ટોબરના અંત અથવા નવેમ્બર મહિનાની શરૂઆતમાં લોન્ચ થશે.

2020 ગુરખામાં નવું શું મળશે?

  • વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં થયેલા ઓટો એક્સપોમાં ગુરખા શોકેસ કરવામાં આવી હતી. SUV આઉટગોઇંગ મોડેલ સાથે ઘણી મળતી આવે છે. તેમ છતાં તેમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે. ક્લોઝર લુકથી જાણવા મળે છે કે, આ SUVની સ્ટાઇલ એકદમ નવી અને કેબિનને પણ સંપૂર્ણ રીતે રિડિઝાઇન કરવામાં આવી છે.
  • તેમાં અંદર નવું ડ્યુઅલ ટોન ડેશબોર્ડ, એક ટચસ્ક્રીન સિસ્ટમ અને પાવર વિંડો આપવામાં આવી છે. આ ઉપરાંત, તાં એક ટિલ્ટ અને ટેલિસ્કોપિક અડજસ્ટેબલ સ્ટિયરિંગ વ્હીલ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ અને ABS પણ છે.
  • નવી SUVનું સેટઅપ લેડર ફ્રેમ પર કરવામાં આવ્યું છે, જેને સારા ક્રેશ પ્રોટેક્શન આપવા માટે અપડેટ કરવામાં આવ્યું છે અને સરકારના નવા નિયમોનુસાર તૈયાર કરવામાં આવ્યું છે.
  • નવી ગુરખામાં મર્સિડીઝ બેન્ઝ OM616 ડ્રાઇવ્ડ 2.6 લિટર ડીઝલ એન્જિનનું હેવિલી અપડેટેડ BS6 વર્ઝન મળશે, જે 90hp અને 260Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ યૂનિટ આપવામાં આવશે.

માર્કેટમાં કોણ કોમ્પિટિટર?
લોન્ચિંગ વખતે નવી ગુરખાની સીધી ટક્કર નવી મહિન્દ્રા થાર સાથે થશે. મહિન્દ્રાની જેમ ફોર્સ મોટર્સ પણ તેની સેકન્ડ જનરેશન ઓફરોડરનું વેચાણ આગળ વધારવા માટે ગુરખાના કસ્ટમાઇઝેશન ઓપ્શનની લાંબી લિસ્ટ તૈયાર કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments