તેલંગાણામાં 4 દિવસમાં બીજી વખત ભારે વરસાદ : મલકાજગિરીમાં સાડા 13 કલાકમાં 15 સેમીથી વધુ વરસાદ, હૈદરાબાદમાં સરોવર ઓવરફ્લો થવાથી પૂર આવ્યું

0
20

હૈદરાબાદમાં ફરી ભારે વરસાદ પડ્યો. શનિવારે સાંજે 6 વાગ્યે વરસાદ શરૂ થયો રવિવાર સવાર સુધી ચાલુ રહ્યો. 13 ઓક્ટોબરની રાતે વરસાદ પછી જે સ્થિતિ સર્જાઈ, ફરી એકવાર શહેરમાં એવી જ સ્થિતિ પેદા થઈ. ઘણા વિસ્તારમાં રસ્તામાં પાણી ભરાયા છે. ટ્રાફિક જામ થઈ ગયો. કાર પાણીમાં વહેતી જોવા મળી. હાઈવે પર ગાડીઓ અટકી ગઈ હતી. શહેરનું બાલાનગર વિસ્તારનું સરોવર ઓવરફ્લો થઈ ગયું. તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

મેડચલ મલકજગિરીના સિંગાપુર ટાઉનશિપ અને ઉપ્પલ પાસે બંડલગુડામાં 15 સેમીથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ નામપલ્લી, અબિદસ, કોઠી, બશીરબાગ, ખૈરતાબાદ, ગોશમહલ અને વિજયનગર કોલોનીમાં રસ્તામાં પાણી ભરાયા છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સ પાણી કાઢવામાં લાગી ગઈ છે.

મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામ

હૈદરાબાદ-વારંગલ, હૈદરાબાદ-વિજયવાડા મુખ્ય રસ્તા પાણીમાં ડુબી ગયા, જેનાથી બન્ને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ચત્રિનાકા વિસ્તારમાં પૂરના પાણીમાં ઘણી ગાડીઓ વહી ગઈ હતી. ફલકનુમા રેલવે બ્રિજ પર એક મોટો ખાડો પડી ગયો છે. ત્યારપછી પુલ પર ગાડીઓની અવર જવર અટકાવી દેવાઈ છે. ગગનપહાડ વિસ્તારમાં એક તળાવનું પાણી ઓવરફ્લો થઈને આસપાસના ઘરોમાં ઘુસી ગયું છે. આ વિસ્તારોમાં રાહત ટીમ લોકોને તેમના ઘરોની બહાર કાઢવામાં મદદ કરી રહી છે.

રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 5 હજાર કરોડનું નુકસાન

રાજ્ય સરકારે 15 ઓક્ટોબરે કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારને પૂર અને વરસાદના કારણે લગભગ 5 હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્ય સરકાર વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્ય કરી રહી છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું કે, વરસાદથી રવિવારે રાહત મળવાની આશા છે. રવિવારે ઘણા વિસ્તારોમાં એક અથવા બે વખત હવળાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here