નવી જવાબદારી : રાષ્ટ્રપતિના સચિવ રહેલા સંજય કોઠારીએ કેન્દ્રીય સતર્કતા આયુક્તના શપથ લીધા, સર્ટિફિકેટને સેલ્ફ અટેસ્ટેડ કરવાની શરૂઆત તેમણે કરી હતી

0
6

નવી દિલ્હી:. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ રહેલા સંજય કોઠારીએ શનિવારે કેન્દ્રીય સતર્કતા આયુક્ત (CVC)પદની શપથ લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં કોવિંદે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોઠારીએ સર્ટિફિકેટ પર ગેઝેટેડ ઓફિસરની જગ્યાએ પોતે જ અટેસ્ટેડ કરવાની શરૂઆત કરી હતી.

સીવીસીનું પદ ગત વર્ષે જૂનમાં કેવી ચૌધરીની નિવૃત્તિ બાદ ખાલી હતું. 632 વર્ષના કોઠારીનો કાર્યકાળ આગામી વર્ષ જૂન સુધી રહેશે. કોઠારી 1978 બેચના હરિયાણા કેડરના IAS અધિકારી છે. 2016માં તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. જુલાઇ 2017માં તેમને રાષ્ટ્રપતિના સચિવ બનાવવામાં આવ્યા હતા.

સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું

આ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. દરબાર હોલમાં નિશ્વિત અંતર પર ખુરશીઓ લાગેલી હતી. આગળની હરોળમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત હતા. અહીં આવેલા દરેક લોકો માસ્ક પહેરીને આવ્યા હતા.

કોંગ્રેસે કોઠારીની નિયુક્તિનો વિરોધ કર્યો હતો

કોઠારીના નામની ભલામણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી ઉચ્ચસ્તરીય સિલેક્શન કમિટિએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં કરી હતી. તે સમયે કોંગ્રેસે કોઠારીની નિયુક્તિનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસનું કહેવું હતું કે સરકારે સીવીસીની નિયુક્તિમાં જે પ્રક્રિયા અપનાવી તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. સરકારે તેને તાત્કાલિક રદ્દ કરી દેવી જોઇએ. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું કે તેના માટે નવેસરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને અરજીઓ મંગાવવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here