બેંગલુરુ હિંસા મામલે બે વિસ્તાર માં 18 ઓગસ્ટ સુધી કલમ-144 લાગુ, અન્ય 35 આરોપીઓ ની ધરપકડ

0
6

નવી દિલ્હી, 16 ઓગસ્ટ  બેંગલુરુ પોલીસે હિંસાથી પ્રભાવિત ડી.જે.હલ્લી અને કે.જી.હલ્લી પોલીસ મથકના વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો 18 ઓગસ્ટ સુધી વધાર્યા છે. અગાઉ હિંસાના આ બંને ક્ષેત્રોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

દરમિયાન પોલીસે હિંસા સંદર્ભે અન્ય 35 આરોપીની ધરપકડ કરી છે, તેમની સંખ્યા 340 થઇ ગઈ છે. હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં ઘાયલ વ્યક્તિનું ગઈકાલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, ફાયરિંગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4 થઇ ગઈ હતી જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, 16 ઓગસ્ટથી સવારે 6 વાગ્યે ડીજે હલી અને કે.જી.હલ્લી પોલીસ સ્ટેશનની હદ હેઠળ આવતા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે જે 18 ઓગસ્ટ સુધી સવારે 6 વાગ્યે અમલમાં રહેશે. પોલીસના જણાવ્યા મુજબ હિંસા અંગે તપાસ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here