સુરત : શહેરમાં 14મે સુધી કલમ 144 લંબાવવામાં આવી,પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

0
12

સુરત. આજે વધુ ત્રણ કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 579 થઈ ગઈ છે. સુરત પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા અપાયેલી માહિતી અનુસાર, નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં એક જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામની સાડા ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે શહેરના પાલ અને રાંદેર વિસ્તારમાં નોંધાયા છે. શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા અને સિવિલમાં હાલ કોરોનાની સારવાર લઈ રહેલા એક પોઝિટિવ દર્દીનું મોત પણ નિપજ્યું હતું. આજે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડીને 14 મે સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

14મે સુધી 144ની કલમ લાગુ કરાઈ

શહેરમાં કોરોનાના કેસ વધતાં પોલીસ કમિશનર દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 14મી મે સુધી 144ની કલમ લાગુ કરવામાં આવી છે. શહેરમાં 30મી એપ્રિલના રોજ જાહેરનામા મુજબ 144નું જાહેરનામાનો અંત આવતો હોવાથી નવું જાહેરનામું બહાર પાડીને 144નો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે.144ની કલમથી શહેરમાં ચાર વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. મહત્વરૂપૂર્ણ છે કે, શહેરમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારબાદ ગત 21મી માર્ચથી શહેરમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.

નવા નોંધાયેલા કેસ

  • ધારવી હેમલભાઈ કંથારિયા (ઉ.વ.3.5) સાંધીયેર ગામ, ઓલપાડ, સુરત જિલ્લો
  • ડો  નયન ભટ્ટ (ઓર્થો), નીતા સોસાયટી,ઝોન ઓફિસ સામે,તાડવાડી
  • કેતન દલાલ (શાકના વેપારી), શિવધારા રો હાઉસ, ટી જીબીની ગલી,સૌરભ પોલિસ ચોકી પાસે, પાલ અડાજણ

દારૂ પીવાની આદતને કારણે લિવરની તકલીફ સાથે દાખલ પોઝિટિવ દર્દીનું મોત

વેડરોડ પંડોળની રામેશ્વર સોસાયટીમાં રહેતો રામકેશ ફાગુ નીશાદ(22)શ્રમજીવી હતો. ગઈ તા.25મીએ કોરોનાના લક્ષણો સાથે સારવાર માટે સિવિલમાં દાખલ થયેલા રામકેશનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. દારૂ પીવાની આદત હોવાથી લિવરની તેમજ અન્ય બીમારી સાથે કોરોના સામે લડી રહેલા રામકેશનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ સાથે શહેરમાં કોરોનાનો કુલ મૃતાંક 20 થઈ ગયો છે.

39 દર્દીઓ કોરોનાને હરાવ્યો

શહેર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં કોરોનાને હરાવનારા 20 દર્દીઓને એક સાથે રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 39 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે. જોકે રજા મેળવ્યા બાદ પણ આ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here