જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોએ બડગામમાં આતંકવાદીની ગુપ્ત જગ્યા શોધી, લશ્કર-એ-તોઈબાના એક આતંકવાદી જહૂર વાનીની ધરપકડ કરી

0
5

શ્રીનગર. કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોને આતંકવાદીની છૂપાવાની સુરંગની ભાળ મળી છે. આ સાથે લશ્કર-એ-તોઈબાના એક આતંકવાદી જહૂર વાનીની પણ ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે તે એક મોટી સુરંગ છે. અહીંથી મોટા પ્રમાણમાં હથિયારો સાથે દારુગોળો પણ મળી આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરંગમાં મળેલા સામાનને જોતા એવું લાગે છે કે આતંકવાદીઓ ઘણાબધા દિવસો સુધી અહીં રોકાયા હશે. આ સુરંગ જહૂર વાનીના ઘરથી આશરે 500 મીટર અંતરે છે. એવું કહેવામાં આવે છે કે વાની આતંકવાદીઓને સામાન અને લોજિસ્ટીક ઉપલબ્ધ કરાવતો હતો.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here