જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોએ કુલગામમાં 2 આતંકીઓને ઠાર માર્યા, તેમની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો

0
5

શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના વાનપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ કરેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે ગુરુવારે મોડીરાતે આ વિસ્તારમાં બેથી વધુ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળી હતી. પોલીસ, આર્મી અને CRPF ટીમોએ અહી ઓપરેશન હાથ ધર્યું હતું. આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોએ પુલવામા જેવા આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. રાજપોરા રોડ પર શાદીપુરા નજીક એક સફેદ રંગની સેન્ટ્રો કાર મળી આવી હતી, જેમાં 50 કિલો ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓને શંકા હતી કે CRPFના જવાનો જૈશના આતંકવાદીઓના નિશાના પર હતા.

વીતેલા દિવસોમાં 3 મોટા એન્કાઉન્ટર

  • 19 મે, શ્રીનગર: સુરક્ષા દળોએ ડાઉનટાઉન વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદીઓને ઠાર કર્યા. તેમાંથી એક જુનૈદ સહરાઈ હતો, જે અલગાવવાદી સંગઠન તેહરિક-એ-હુર્રિયતના પ્રમુખ મોહમ્મદ અશરફ સહરાઇનો પુત્ર હતો.
  • 16 મે, ડોડા: ડોડાના ખોત્રા ગામમાં સુરક્ષા દળોએ 5 કલાકના એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી તાહિરને માર્યો હતો.
  • 6 મે, પુલવામા: સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર રિયાઝ નાયકુને ઠાર કર્યો હતો. બે વર્ષથી તે મોસ્ટ વોન્ટેડ હતો. તે તેની બીમાર માતાને મળવા પુલવામાના બેગપોરા ગામ આવ્યો હતો. પોલીસને આ ગામમાં નાયકુ અને તેના કેટલાક સાથીઓની હાજરીના ઇનપુટ મળ્યા હતા.

કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં થયેલા એન્કાઉન્ટર

22 એપ્રિલ: શોપિયાંમાં ચાર આતંકીઓ માર્યા ગયા.
17 એપ્રિલ: રાજ્યમાં બે અલગ અલગ સ્થળોએ એન્કાઉન્ટર થયા, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા.
11 એપ્રિલ: કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં આતંકીઓ હથિયારો છોડીને ભાગી ગયા હતા.
7 એપ્રિલ: સામ-સામેની લડાઇમાં સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા. કાશ્મીરમાં આ વર્ષનું સૌથી મુશ્કેલ ઓપરેશન હતું. જેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરનારા પેરા યુનિટના 5 જવાનો શહીદ થયા હતા.
4 એપ્રિલ: સુરક્ષા દળોએ કુલગામમાં એન્કાઉન્ટરમાં હિઝબુલના 4 આતંકીઓને ઠાર કર્યા હતા.
15 માર્ચ: અવંતિપોરા જિલ્લાના વટરીગ્રામમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
22 ફેબ્રુઆરી: દક્ષિણ કાશ્મીરના સંગમના બિજબેહરા ખાતે સૈનિકો અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ વચ્ચે એક મુઠભેડ થઇ જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
19 ફેબ્રુઆરી: પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન 3 આતંકીઓને ઠાર કર્યા હતા.
5 ફેબ્રુઆરી: શ્રીનગર નજીક એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, એક CRPF જવાન શહીદ થયો. બાઇક પર આવેલા 3 આતંકીઓએ CRPF ચેકપોસ્ટ પર ફાયરિંગ કર્યું હતું.
31 જાન્યુઆરી: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રકમાં છુપાયેલા 4-5 આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો. ટ્રકને નગરોટાના ટોલ પ્લાઝા પર ચેકીંગ માટે રોકવામાં આવી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ ઘેરાવ કરી અને આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક પોલીસ જવાન ઘાયલ થયો હતો. ટ્રકનો ડ્રાઈવર પુલવામા હુમલો કરનાર આતંકવાદી આદિલ ડારનો પિતરાઇ ભાઇ છે અને તે આતંકવાદીઓનો મુખ્ય હેન્ડલર હતો.
25 જાન્યુઆરી: પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ થઇ. તેમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ કારી યાસીર અને બુરહાન શેખ માર્યા ગયા હતા. યાસીર જૈશ-એ-મોહમ્મદના કાશ્મીર એરિયાનો કમાન્ડર હતા.
21 જાન્યુઆરી: પુલવામા જિલ્લાના અવંતીપોરા ખાતે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. સેનાનો એક જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના SPO શહીદ થયા હતા.
20 જાન્યુઆરી: શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here