જમ્મુ-કાશ્મીર : પુલવામામાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીને ઠાર કર્યાં, એપ્રિલ મહિનામાં આતંકવાદીઓ સાથે આ છઠ્ઠી અથડામણ

0
9

શ્રીનગર. સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના અવંતીપોરાના ગોરીપારા વિસ્તારમાં શનિવારે સવારે ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.આ પૈકી એક સ્થાનિક હાર્ડકોર આતંકવાદીનો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ આ અંગે વધુ વિગતો પ્રાપ્ત થઈ નથી. આ સાથે જ એપ્રિલ મહિનામાં આતંકવાદીઓ સાથેની આ છઠ્ઠી અથડામણ હતી. અત્યાર સુધીમાં 20 આતંકવાદીને મારી નાંખવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યુ હતું કે ગોરીપારામાં ત્રણ આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળી હતી. સુરક્ષા દળોએ મોડી રાત્રે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓને આત્મ સમર્પણ કરવા કહેવામાં આવ્યુ હતું, પણ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતી. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિષ્ફોટક સામગ્રી મળી હતી.

આ મહિનામાં 4 એપ્રિલના રોજ પ્રથમ એન્કાઉન્ટર થયુ હતું.

25 એપ્રિલઃ અવંતીપોરાના ગોરીપારા વિસ્તારમાં ત્રણ આતંકવાદીના મારી નાંખવામાં આવ્યા હતા.
22 એપ્રિલઃ શોપિયામાં ચાર આતંકવાદીને મારી નાંખવામાં આવ્યા હતા
17 એપ્રિલઃ રાજ્યમાં બે અલગ-અલગ જગ્યા પર અથડામણ થઈ, તેમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા.
11 એપ્રિલઃ કુલગામ જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ હતી, તેમા આતંકવાદી હથિયાર છોડી ભાગી ગયા હતા.
7 એપ્રિલઃ સેનાએ સામ સામેની લડાઈમાં 5 આંતકવાદીને મારી પાડ્યા હતા. કાશ્મીરમાં આ વર્ષનું આ સૌથી મુશ્કેલ ઓપરેશન હતું. તેમા સર્જીકલ સ્ટ્રાઈક કરી ચુકેલા પેરા યુનિટના 5 જવાન શહિદ થઈ ગયા હતા.
4 એપ્રિલઃ કુલગામમાં સુરક્ષા દળોએ એક અથડામણમાં હિજબુલના 4 આતંકવાદીને મારી પાડ્યા હતા.

માર્ચ મહિનામાં એક એનકાઉન્ટર થયું હતું, ચાર આતંકવાદી માર્યા ગયા હતા

15 માર્ચઃ અવંતીપોરા જીલ્લાના વટરીગ્રામમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીને મારી પાડ્યા હતા.
22 ફેબ્રુઆરીઃ દક્ષિણ કાશ્મીરના સંગમ બિજબેહરામાં જવાનો અને લશ્કર-એ-તોઈબાના આતંકવાદી વચ્ચે અથડામણ થઈ હતી. જેમા બે આતંકવાદી માર્યા ગયા હતા.

19 ફેબ્રુઆરીઃ પુલવામાં જીલ્લામાં સુરક્ષા દળોએ એનકાઉન્ટર દરમિયાન 3 આતંકવાદીને મારી નાંખ્યા હતા.

5 ફેબ્રુઆરીઃ શ્રીનગર પાસે એક અથડામણમાં 2 આતંકવાદી માર્યા ગયા હતા, એક સીઆરપીએફ જવાન શહિદ થયા હતા. બાઈક પર આવેલા 3 આતંકવાદીઓએ સીઆરપીએફની ચેકપોસ્ટ પર ફાયરિંગ કર્યું હતું.

31 જાન્યુઆરીઃ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર ટ્રકમાં છૂપાયેલા 4-5 આતંકવાદીએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. ટ્રકને નગરોટાના ટોલ પ્લાઝા પર ચેકિંગ માટે અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. અથડામણ દરમિયાન 3 આતંકવાદી માર્યા ગયા હતા, જ્યારે એક પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયો હતો. ટ્રકનો ડ્રાઈવર પુલવામા હુમલાને અંજામ આપનાર આતંકવાદી આદિલ ડારનો પિત્રાઈ ભાઈ છે અને આતંકવાદીઓનો મુખ્ય હેન્ડલર હતો.

25 જાન્યુઆરીઃ પુલવામાં જીલ્લાના અવંતીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ હતી. તેમા 2 પાકિસ્તાની આતંકી કારી યાસિર અને બુરહાન શેખ માર્યા ગયા હતા. યાસિર જૈશ-એ-મોહમ્મદનો કાશ્મીર એરિયા કમાન્ડર હતો.

21 જાન્યુઆરીઃ પુલવામા જીલ્લાના અવંતિપોરામાં અથડામણમાં 2 આતંકવાદી માર્યા ગયા હતા. સેનાનો એક જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ શહિદ થયા હતા.

20 જાન્યુઆરીઃ શોપિયાં જીલ્લામાં અથડામણ દરમિયાન હિજબુલ મુઝાહિદ્દીનના 3 આતંકવાદી માર્યા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here