સિક્યોરિટી : તમારા ફોનમાં હવે પાસવર્ડ ચોરી કરતી ફાઈલને ગૂગલ ક્રોમ શોધી કાઢશે

0
2

ગૂગલ બ્રાઉઝિંગ કરતાં સમયે ઘણી વખત અનવોન્ટેડ ફાઈલ્સ ડાઉનલોડ થઈ જાય છે. આ ફાઈલ્સ તમારો ડેટા ચોરી કરી શકે છે. આ પ્રકારની ફિશિંગ લિંક કોઈ એડની લિંકમાં ટચ કરતાં ડાઉનલોડ થઈ જાય છે. તેના વિશે તમે અજાણ હોઈ શકો છો. આ ફાઈલ્સ તમારી ફાઈનાન્શિયલ અને પર્સનલ ડિટેલ ચોરી કરી શકે છે. તેની મદદથી હેકર્સ તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે. આ પ્રકારની લિંક તમારા મોબાઈલમાં એક્ટિવ છે કે નહિ તે જાણવાનું કામ હવે ગૂગલ ક્રોમ કરશે. કંપનીએ નવું ફીચર લોન્ચ કર્યું છે. તેની મદદથી કોઈ ફાઈલ ડાઉનલોડ કરવા અથવા ઈન્સ્ટોલ કરવા માટે પહેલાં ચેતવણી મળશે. તેનાથી સેફ બ્રાઉઝિંગમાં સરળતા રહેશે.

અનસેફ ફાઈલ ડાઉનલોડ કરવા પર અલાર્મ દ્વારા અલર્ટ મળશે

માની લો કે તમે કોઈ એક ફાઈલ ડાઉનલોડ કરી લીધી જેનાથી તમને નુક્સાન થઈ શકે છે. હવે ક્રોમ સૌ પ્રથમ ગૂગલમાં તેને સ્કેન કરવા માટે પૂછશે. ત્યારબાદ ગૂગલ સેફ બ્રાઉઝિંગના એનાલિસિસ માટે મોકલશે. જો ફાઈલમાં એવો કોઈ ડેટા મળે છે જે તમને ગમે તે રીતે નુક્સાન પહોંચાડી શકે છે તો ગૂગલ અલાર્મ વગાડી તમને અલર્ટ કરશે.

આ રીતે આ ફીચર એક્ટિવ કરો
ગૂગલ ક્રોમના તમામ યુઝર્સ માટે આ ફીચર્સ લાવી છે. તેનાથી સેફ બ્રાઉઝિંગ કરવામાં મદદ મળશે. ગૂગલે કહ્યું કે તેનાથી ફિશિંગના 35% કેસ ઓછા કરી શકાશે. આ ફીચર એક્ટિવ કરવા માટે તમારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં Settings > Privacy and security > Security on PC, and Settings > Privacy and security > Safe આ પ્રોસેસ ફોલો કરો.

ગૂગલ ક્રોમના અન્ય ફીચર
તેમાં યુઝર્સને સરળતાથી બ્રાઉઝ કરવા માટે ટ્રાન્સલેશનનો ઓપ્શન મળે છે. તેનાથી આખું પેજ તમારી મનપસંદ ભાષામાં રૂપાંતર કરી શકાય છે. તેમાં ફાઈન્ડ ઓપ્શન પણ મળે છે. તેની મદદથી પેજમાં કોઈ ખાસ શબ્દ પણ સર્ચ કરી શકાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here