Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

વડોદરા શહેરની દિલ્હી પબ્લિક સ્કૂલમાં નાઇટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે મોડી રાત્રે સ્કૂલના કમ્પાઉન્ડમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આધેડે કયા કારણોસર ફાંસો ખાઇ લીધો તે જાણવા માટે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

આપઘાતની ખબર પડતા પરિવારજનો દોડી ગયા

વડોદરા શહેરના અટલાદરા ગામના કોઠી ફળિયામાં રહેતા કિશનલાલ ગૌરીશંકર શર્મા(ઉં.55) અટલાદરા વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં નાઇટમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા. મંગળવારે મોડી રાત્રે તેઓએ સ્કૂલના કમ્પાઉન્ડ સ્થિત ઝૂલાની લોખંડની પાઇપ ઉપર દોરીથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પરિવારજનો અને માંજલપુર પોલીસને થતાં સ્થળ પર દોડી ગયા હતા. આ સાથે સ્થાનિક લોકો પણ સ્કૂલમાં દોડી ગયા હતા. પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

આપઘાતનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી

સવારે સ્કૂલમાં આવતા સ્ટાફને બનાવની જાણ થતાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ સાથે આ બનાવે સિક્યુરિટી જવાનના ગામમાં પણ ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવની તપાસ કરી રહેલા માંજલપુર પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડ કિશનલાલે ચોક્કસ કયા કારણોસર આપઘાત કરી લીધો છે. તે અંગેની માહિતી મળી નથી, પરંતુ, તેઓએ આર્થિક ભીસના કારણે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. તેમ છતાં, માંજલપુર પોલીસ મથક દ્વારા આપઘાતનો ચોક્કસ કારણ જાણવા માટે ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments