આઈબીના એલર્ટ બાદ અંબાજી મંદિરમાં સુરક્ષામાં વધારો :24 કલાક બુલેટપ્રુફ જેકેટથી પોલીસ પહેરો

0
0

અંબાજી : આઇબી એલર્ટ બાદ બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર ઉપર ચેકીંગ થઇ રહી છે યાત્રાધામ અંબાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે હુમલાની દહેશત અને આગામી ભાદરવી પૂનમના મેળાને લઈને બોર્ડરવિંગના જવાનો સહિત પોલીસ ચોવીસ કલાક સુરક્ષાના સાધનો સાથે સજ્જ છે.

આઇ બીનું ગુજરાતમાં એલર્ટ છે. ચાર શકમંદ આતંકીઓ ઘૂસ્યા હોવાની વાત છે ત્યારે રાજસ્થાન અને ગુજરાતને જોડતી તમામ બોર્ડર ઉપર પોલીસનું ચેકિંગ છે પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવે છે. બોર્ડર વિંગના જવાનોપોલીસના જવાનો અને જી આર ડી જવાનો ચોવીસ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

બોમ્બ સ્કોડ ચોવીસ કલાક હેલ્પલાઇન સહિત અંબાજી પોલીસને બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ કરવામાં આવી છે ત્યારે અંબાજી મંદિરની તમામ જગ્યાએ સુરક્ષાનાં પોઇન્ટ ગોઠવાયા છે ત્યારે રાજસ્થાન અને અંબાજીને જોડતા સરહદ છાપરી બોર્ડર પર પણ પોલીસનું ચેકિંગ છે. પોલીસ સઘન ચેકિંગ સાથે સરહદ છાપરી બોર્ડર પર અંબાજી પોલીસ અને હોમગાર્ડના જવાનો રાજસ્થાનથી આવતી તમામ વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે જો કે બનાસકાંઠા પોલીસ હુમલાના એલર્ટને લઈને સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here