સિક્યોરિટી : હવે આ નેતાઓને નહીં મળે NSGની સુરક્ષા, જાણો કોને અપાશે આ જવાબદારી

0
12

ગાંધી પરિવારથી SPG કવર પાછી લેવા અને વીઆઈપી સુરક્ષામાં મોટા ઘટાડા બાદ કેન્દ્ર સરકારે NSG કમાન્ડોને પૂરી રીતે કામથી હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. હવે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 13 VIP લોકોને NSGના બ્લેક કૈટ કમાન્ડો સુરક્ષા નહીં આપે. મળતી માહિતી અનુસાર લગભગ 2 દશક બાદ એવું થશે જ્યારે NSG કમાન્ડોને વીઆઈપી સુરક્ષા ડ્યૂટીથી હટાવવામાં આવશે.

  • 13 VIP નેતાઓને નહીં મળે ‘બ્લેક કૈટ કમાન્ડો’ની સુરક્ષા
  • કેન્દ્ર સરકારે એનએસજી કમાન્ડોને કામથી હટાવી લેવાનો નિર્ણય લીધો
  • CRPF અને CISFને મળશે જવાબદારી

450 ફ્રી થયેલા કમાન્ડોને આ રીતે લેવાશે ઉપયોગમાં

વીઆઈપી સુરક્ષાથી એનએસજીને હટાવવાના કારણે લગભગ 450 કમાન્ડો મુક્ત થશે. તેમનો ઉપયોગ દેશમાં બનેલા પાંચ વિસ્તારમાં તેમની હાજરીને મજબૂત કરવા માટે કરાશે. 1984માં જ્યારે એનએસજીની રચના થઈ ત્યારે વીઆઈપી ડ્યુટી તેના મૂળ કામમાં સામેલ ન હતી. NSG ઝેડ પ્લસની સુરક્ષા મળેલા 13 VIP સહિતને સુરક્ષા આપે છે. અન્ય બે ડઝન NSG કમાન્ડો હોય છે. ગૃહમંત્રાલયનું માનવું છે કે NSGને આતંકવાદ અને વિમાન અપહરણ જેવી કામગીરીની વિરુદ્ધમાં પોતાના મૂળ કામ પર ધ્યાન આપવું જોઈએ.

CRPF અને CISFને મળશે જવાબદારી

સુરક્ષા વ્યવસ્થામાં સામેલ એક અધિકારીએ કહ્યું કે જલ્દી જ NSGથી આ વીઆઈપીની સુરક્ષાની જવાબદારી પાછી લઈને CRPF અને CISFને સોંપવામાં આવી શકે છે, પહેલાં 130 વિશિષ્ટ લોકોનો સુરક્ષા આપવામાં આવી રહી હતી. CRPF પૂર્વ પીએમ મનમોહન સિંહ, તેમની પત્ની, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સુરક્ષા આપી રહી છે. જ્યારે CISF રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને RSS પ્રમુખ મોહન ભાગવત સહિત અનેક પ્રમુખ લોકોને સુરક્ષા આપી રહી છે.

આમને મળે છે NSG કવર

રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ સિવાય યૂપીના પૂર્વ સીએમ માયાવતી, મુલાયમ સિંહ, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ, પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ અને જમ્મૂ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા, અસમના સીએમ સર્બાનંદ સોનોવાલ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ NSG કવર મળતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here