દેશના રક્ષકને સુરક્ષા કવચ : આર્મીમાં જોડાનારા વડોદરાના શહીદ આરિફના ભાઈની રક્ષા માટે મહામૃત્યુંજય જાપ

0
47

વડોદરાઃ શહીદ આરીફ પઠાણના આત્માને વીરગતી અને શાંતિ મળે તે માટે ગાયત્રી પરિવાર દ્વારા શનિવારના રોજ તેમના નિવાસ સ્થાને શાંતિપાઠનું આયોજન કરાયું હતું અને આરીફની શહાદત બાદ આર્મીમાં જોડાવાની જાહેરાત કરનાર તેનો ભાઈ આસીફ જ્યારે દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવે ત્યારે તેના રક્ષણ માટે મહામૃત્યુંજના જાપ પણ કરવામાં આવ્યા હતા.

પૂર્વ આર્મી-એરફોર્સના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં
જ્યારે શહિદ આરીફના ભાઈ આસીફ પઠાણ પણ આર્મીમાં જોડાવાના હોવાથી તેમની રક્ષા માટે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા ગાયત્રી મંત્ર તેમજ મહામૃત્યુંજય મંત્રના ઉચ્ચારણ સાથે આસીફને આશીર્વાદ આપવામાં આવ્યાં હતાં. શહિદ આરીફના ભાઈ આસીફ પઠાણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ગાયત્રી પરિવાર દ્વારા મારા ભાઈની આત્માને શાંતી મળે તે માટે અમારા ઘરમાં શાંતિપાઠ કરવા માટે મંજુરી માંગી હતી. ત્યારે મારા પિતાજી શફી આલમે જણાવ્યું હતું કે, મારો દિકરો સમગ્ર દેશનો છે અને તમારો પણ દિકરો જ છે. જેથી ગાયત્રી પરિવારને જે પણ પુજા કે પાઠ કરવા હોય તે કરી શકે છે. શનિવારના રોજ સાંજે 5 થી 6 દરમિયાન ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનોએ અમારા ઘરની બહાર શાંતિપાઠ કર્યો હતો. ગાયત્રી પરિવાર એક ખુબ જ સરસ સંદેશો પણ આપીને ગયા છે કે તમામ દેશવાસીઓએ હળીમળીને રહેવું જોઈએ. જ્યારે ગાયત્રી પરિવાર દ્વારા અમર શહિદની શહાદત ને તેમજ તેમના જન્મદાતા તેવા માતા-પિતાને બિરદાવી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ શાંતિપાઠના કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર ઉપરાંત નિવૃત આર્મી-એરફોર્સ દળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here