રાજકોટ : બિસ્કિટની લાલચ આપી 3 વર્ષની બાળા સાથે શારીરિક અડપલા કર્યા

0
15
પરિવારે આરોપીને ઝડપી પાડી માર માર્યો
• રાજકોટ A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટ – શહેરમાં એક યુવકે 3 વર્ષની બાળા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના લોહનગરમાં રહેતા રાજેશ રાઠોડે 3 વર્ષની બાળકીને બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી બાજુની ગલીમાં લઈ ગયો હતો. બાદમાં પરિવારજનોએ બાળકીની શોધખોળ કરતાં રાજેશ રાઠોડ બાળકીને મુકીને ફરાર થઈ ગયો હતો. જો કે પરિવારજનોએ આરોપી રાજેશને ઝડપી પાડી માર માર્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. જેથી A ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : હાર્દિક મોરાણિયા, CN24NEWS,  રાજકોટ  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here