મોટેરા સ્ટેડિયમની અંદર જુઓ કેવી છે તૈયારી, સ્ટેજની બાજુમાં 500 ખુરશી મૂકાઈ

0
13

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ દ્બારા બંને દેશના વડાની સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. તો સ્ટેડિયમની અંદર કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ જે સ્ટેજ પરથી જનતાનું અભિવાદન જીલવાના છે તે સ્ટેજની આજુબાજુમાં 500 જેટલી ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરક્ષાને ધ્યાનમાં લઇને મોટેરા સ્ટેડિયમના ગેટ નંબર 3 પર આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગેટ નંબર 3 પર BSFના જવાનો ઊંટ પર સવાર થઇને પેટ્રોલિંગ કરી રહ્યા છે. બીજી બાજુ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવા માટે સ્ટેડિયમના ગેટ નંબર ત્રણ પર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું મોટું બેનર લગાવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની સુરક્ષાને લઇને એરફોર્સના જવાનો દ્વારા દર કલાકે હવાઈ પરીક્ષા કરવામાં આવી રહ્યુ છે. એરફોર્સના જવાનો સુરક્ષાના ધ્યાનમાં લઇને સ્ટેડિયમમાં દરેક ખુણા પર બાજ નજર રાખી રહ્યા છે. એરફોર્સની સાથે-સાથે ચેતક કમાન્ડોની ટીમને પણ મોટેરા ખાતે તૈનાત કરવામાં આવી છે.

મોટેરા સ્ટેડિયમની સાથે-સાથે ગાંધી આશ્રમમાં પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધી આશ્રમમાં આવતા તમામ લોકોના માલ સમાનની તપાસ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પના પ્રવાસને લઇને અમદાવાદ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here