રિક્ષામાં બેઠેલી યુવતીને જોઈને ડ્રાઇવરે કર્યું એવું કામ કે સીધો પહોંચ્યો જેલમાં

0
35

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના કાંદિવલી વિસ્તારમાં મહિલાઓની છેડતીના આરોપમાં પોલીસે 33 વર્ષીય રિક્ષાચાલકની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ઓટોરિક્ષા ચાલકનું નામ સંદીપ શુક્લા છે. સંદિપ પર આરોપ પર છે કે તેણે એક યુવતીને તેની ઓટોમાં બેસાડ્યા પછી તેણે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી સંદીપ શુક્લા થોડા દિવસો પહેલા કાંદિવલી સ્ટેશનથી 23 વર્ષની યુવતીને છોડવા જઇ રહ્યો હતો. રસ્તામાં એક યુવતીને તેણે પોતાની ઓટોમાં બેસાડી ને તેમાં લાગેલા અરીસામાં જોઇને ઉત્તેજિત થઇને હસ્તમૈથુન કરવા લાગી ગયો હતો. પીડિત યુવતી તેને જોઈને ડરી ગઈ હતી અને તે વચ્ચેથી ઓટામાંથી ભાગી ગઈ હતી.

મુંબઇ પોલીસના જણાવ્યા મુજબ પીડિતા આ ઘટનાથી એટલી ડરી ગઇ હતી કે ઘરના લોકોને પણ કહી શકી ન હતી. ઘટનાના ત્રણ-ચાર દિવસ બાદ પીડિતાએ તેના મિત્ર સામે આ ઘટનાનો ઉલ્લેખ કરતા તેની બહેનપણીએ મુંબઈ પોલીસને ટ્વિટ કરીને ઘટનાની જાણકારી આપી હતી. મુંબઈ પોલીસના સોશિયલ મીડિયા સેલે આ મામલાને ગંભીરતાથી લેતા મામલાની તપાસ કરી હતી.

પોલીસને તપાસમાં યુવતીની ફરિયાદ યોગ્ય જણાઈ હતી અને આરોપી સંદીપ શુક્લાની ધરપકડ કરવામાં આવી હતી. કાંદિવલી પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 354 હેઠળ ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here