અમદાવાદ : સાસુને કઢંગી હાલતમાં જોઈ જતાં પરણિતાને આપી હત્યાની ધમકી, કહ્યું………….

0
19

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમા પિયરમાં રહેતી પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, જેઠ અને પતિ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, દહેજ માટે વારંવાર 30 લાખ લઇ આવવા દબાણ કરતા હતા. એટલું જ નહીં સાસુને સસરાના મિત્ર સાથે કંઢગી હાલતમાં જોઇ જતા સાસુએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિણીતાએ ફરિયાદમાં સાસુના આડાસંબંધને લઈને ગંભીર આરોપ લગાવ્યો છે અને એ બાબતે તેનો પતિ પણ જાણતો હોવાનું જણાવ્યું છે. પરિણીતાના અનુસાર પતિએ કહ્યું હતું કે તેના ભાઈને અમેરિકા મોકલવા માટે તેના પિતાના બિઝનેસ પાર્ટનરે રૂ.30 લાખની મદદ કરી, એટલે માતા તેની સાથે આડા સંબંધ રાખે છે.

હાલ ચાંદખેડામાં એક વર્ષથી પિયરમાં રહેતી 30 વર્ષીય યુવતીના વર્ષ 2017માં આશ્રમ રોડ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નમાં યુવતીના માતા-પિતાએ 50 લાખનું કરિયાવર આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ ન દહેજ ભૂખ્યા પતિએ યુવતીને પિયરમાંથી એક્ટિવા લઈ આવવા કહ્યું હતું. પુત્રીનું ઘર ન તૂટે તે માટે યુવતીને તેના પિતાએ એક્ટિવા લઈ આપ્યું હતું. બાદમાં વર્ષ 2018માં એક દિવસ યુવતી તરસ લાગતા તેના રૂમમાંથી બહાર આવી હતી. તેના રૂમની સામે જ તેની સાસુનો બેડરૂમ હતો. યુવતી જ્યારે રસોડામાં જતી હતી ત્યારે સાસુના રૂમનો દરવાજો ખુલ્લો હતો. ત્યાં નજર પડતાં જ તેની સાસુ તેના સસરાના અને બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં બેડ પર પડી હતી. સાસુની નજર પુત્રવધૂ પર પડતા તેણે પુત્રવધૂને ધમકી આપી કે કોઈને કહેશે તો હત્યા કરાવી નાખશે અને ઠેકાણે પાડી દેશે.

બાદમાં આ વાત યુવતીએ તેના પતિને કરતા તેના પતિએ કંઈ ધ્યાન આપ્યું ન હતુ અને ઝઘડો કરીને ઉલટાની યુવતીને ધમકાવી હતી. આટલું જ નહીં પતિએ એવું પણ કહ્યું કે તેના પિતાના પાર્ટનરે 30 લાખ રૂપિયાની મદદ કરી હોવાથી તેની માતા તેમની સાથે આડા સંબંધ રાખે છે. બાદમાં સાસરિયાએ યુવતીને 30 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આવવા દબાણ કર્યું હતું.

દરમિયાન પતિને કોરોના થયો હતો. જેથી તેની સેવામાં લાગી ગઈ હતી. જોકે, સાસરિયાઓએ 30ની લાખની માંગણી ચાલુ જ રાખી હતી. એક દિવસ પતિએ પત્નીને લોકરમાં મૂકેલા દાગીના પણ આપ્યા ન હતા અને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદમાં યુવતીએ સાસરિયા વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here