સુરત : વરાછામાં સાઢુની આવક જોઈ પત્નીના શોખ પૂરા કરવા યુવકે 30 બાઈક ચોરી.

0
11

સાઢુભાઈ બિલ્ડર હોય જેથી વધારે કમાણી કરતો હોય અને રત્નકલાકાર પતિ ઓછું કમાતો હોવાથી પત્નીના શોખ પુરા કરી શકતો ન હતો. જેથી પત્ની કંકાસ કરતી હતી. પત્નીના શોખ પુરા કરવા ઉત્રાણનો રત્નકલાકાર પતિ વાહનચોરીના રવાડે ચઢયો હતો. ક્રાઇમબ્રાંચે શનિવારે વરાછા હીરાબાગ સર્કલ પાસેથી રત્નકલાકારને ચોરીની બાઇક સાથે પકડી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીની 30 બાઇકો કબજે કરી હતી.ક્રાઇમબ્રાંચે પકડેલાે 37 વર્ષીય બાઇકચોર બળવંત વલ્લભ ચૌહાણ ઉત્રાણ ગામમાં ગોપાલક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહે છે.

પ્રતિકાત્મક તસવીર.

તે મૂળ ભાવનગરનો વતની છે. 2017માં રત્નકલાકાર બળવંત ચૌહાણે પ્રથમવાર બાઇક ચોરી કરી હતી. અત્યાર સુધીમાં તેણે 30 બાઇકોની ચોરી કરી છે. મોટેભાગે તેણે સ્પેલેન્ડર બાઇક ચોરી કરી છે. ચોરીની બાઇકો તેણે ઉત્રાણ તાપી ઓવરબ્રીજના ભાગે ખુલ્લામાં મુકી રાખી હતી. ચોરીની બાઇકો વેચવા માટે ફરતો પરંતુ આરસી બુક અને બાઇકના કાગળો ન હોવાથી કોઈ લેવા તૈયાર ન હતું. આથી તેણે તમામ બાઇકો ભંગારમાં વેચવાનું નક્કી કર્યુ હતું. જો કે તે પહેલા ક્રાઇમબ્રાંચના હાથે પકડાય ગયો હતો.

બપોરે પાર્કિંગમાંથી વાહન ચોરી કરતો હતો

બપોરના સમયે હીરાના કારખાનામાં કારીગરો જમીને કારખાનામાં જતા રહે પછી બળવંત પાર્કિગમાંથી ડુપ્લિકેટ ચાવીથી બાઇક ચોરી કરતો હતો. ઉપરાંત તેણે શોપિંગ કોમ્પલેક્ષના પાર્કિગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. કાપોદ્રામાંથી 8, વરાછામાંથી 11, અમરોલીમાંથી 2, કતારગામમાંથી 7 તેમજ મહીધરપુરાઅને સચીન પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી એક-એક બાઇક મળી કુલ 30 બાઇકોની ચોરી કરી છે.

બાઈક ભાવનગર મામાના દીકરાને વેચતો હતો

ચોરીની બે બાઇકો અગાઉ તેણે તેના મામાના દિકરા કાનજી મકવાણાને ભાવનગરમાં વેચી હતી. ભાવનગર પોલીસે બળવંતના મામાના દીકરાને ચોરીની બાઇકો સાથે પકડયો ત્યારે તેનું નામ ખુલ્યું હતું. પછી બંને બાઇકો વરાછા અને અમરોલી પોલીસની હદમાંથી ચોરી કર્યાની વાત સામે આવી હતી. જેથી વરાછા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં બળવંત ચૌહાણ વોન્ટેડ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here