Friday, September 17, 2021
Homeલોકોની રુચિ જોઈને સિયા મિનોચાએ 'બિટર બેરીઝ' લોન્ચ કર્યું
Array

લોકોની રુચિ જોઈને સિયા મિનોચાએ ‘બિટર બેરીઝ’ લોન્ચ કર્યું

મહામારીને કારણે લોકોની ખાણીપીણીની આદતો બદલાઈ ગઈ છે. લોકો ઓર્ગેનિક ફૂડ તરફ વળી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોનો રસ જોઈને હિમાચલની રહેવાસી સિયા મિનોચાએ પોતાની બ્રાન્ડ બિટર બેરીઝની શરૂઆત કરી. અહીં તેણે માઉન્ટેન ઓરિજિનેટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ લોન્ચ કરી. સિયાએ પંજાબ યુનિવર્સિટીમાંથી લૉ ગ્રેજ્યુએશન કર્યું છે. કોલેજના દિવસોથી જ તે સમાજ સેવા અને પર્યાવરણના કાર્યો સાથે જોડાયેલી હોવાને કારણે પણ ઓળખાતી હતી.

તેનો ઉછેર શિમલામાં થયો. અહીં રહેવાથી તેને પર્વતો પ્રત્યે હંમેશાં લગાવ રહ્યો છે. સિયાનું કહેવું છે કે, મેં પ્રકૃતિને નજીકથીમહેસૂસ કરી છે અને ટીએનજથી જ નેચરલ પ્રોડક્ટ્સ ઉપયોગ કરતી. સિયાની બ્રાન્ડ બિટર બેરીઝ અંતર્ગત તૈયાર કરવામાં આવતી પ્રોડક્ટક પ્રાકૃતિક સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તે એવી પ્રોડક્ટ લોન્ચ કરવા પર ભાર આપે છે જે પરંપરાગત રીતે ઘણી પેઢીઓ ઉપયોગ કરી રહી છે.

તેના દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ્સમાં હેલ્થ, વેલનેસ, બ્યુટી અને કોસ્મેટિક્સ સાથે સંબંધિત ઘણી વસ્તુઓ સામેલ છે. તેમાં વેલનેસ ઓઈલ, અથાણું, ચટણી અને મધ પણ છે. જો કે, આ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે પર્વતોમાંથી રૉ મટિરિયલ એકત્રિત કરવું પણ એક પડકારજનક છે. સિયાની આગામી યોજના વેલનેસની સાથે બ્યુટી અને ફેશન રિલેટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ રજૂ કરવાની છે. સિયાનો પ્રયાસ ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જૂની પરંપરાગત પ્રોડક્ટ દરેક ઘર સુધી પહોંચે તેવો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments