USના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોરોના ભગાડવા માટે સેહવાગ બન્યો ‘બાબા’, માર્યો આ મંત્ર

0
7

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારના કહ્યું કે તેઓ અને ફર્સ્ટ લેડી મેલાનિયા કોરોના સંક્રમિત આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાના જલદી સ્વસ્થ થવાની અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરું છું.’

ગો કોરોના ગો કોરોના ગો

પીએમ મોદી ઉપરાંત અનેક લોકોએ તેમના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પોતાના અંદાજમાં ટ્રમ્પના જલદી ઠીક થવા માટેની કામના કરી છે. ટ્વિટર પર આ પોસ્ટ ઘણી જ વાયરલ થઈ રહી છે. વિરેન્દ્ર સેહવાગે ખુદની એક તસવીર શેર કરી છે, જ્યાં તે બાબા બનીને બેઠો છે. તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પને કોવિડને પહોંચી વળવાનો બાબા સેહવાગનો આશીર્વાદ. ગો કોરોના ગો કોરોના ગો.’

વ્હાઇટ હાઉસમાં જ ક્વોરન્ટાઇન રહેશે ટ્રમ્પ અને તેમની પત્ની

ઉલ્લેખનીય છે કે વિરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર ટ્વીટ કરે છે. આઈપીએલની દરેક મેચ માટે તે વિડીયો બનાવે છે. જેવા તેમને ટ્રમ્પના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા તો આના પર પોતાના અંદાજમાં ટ્વીટ કરી. વ્હાઇટ હાઉસના એક ડૉક્ટરે કહ્યું કે, “ટ્રમ્પ અને તેમની પત્ની વ્હાઇટ હાઉસની અંદર જ ક્વોરન્ટાઇન રહેશે.” ટ્રમ્પ એવા સમયે કોરોના સંક્રમિત આવ્યા છે જ્યારે તેમનો ચૂંટણી પ્રચાર જોર-શોરથી ચાલી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here