ગેરકાયદેસર રીતે ચાલી રહેલા હુક્કાબારને સીઝ કરી, દિલ્હી પોલીસે એક ટ્વીટ કર્યું જે ખૂબ વાયરલ થયું

0
4

દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા હુક્કાબારને સીઝ કરીને એક ટ્વીટ કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. પોલીસે બાતમીના આધારે વેસ્ટ દિલ્હીમાં ચાલી રહેલા ગેરકાયદેસર હુક્કાબાર પર દરોડો પાડીને મોટી સંખ્યામાં હુક્કા અને નશાનો સામાન જપ્ત કર્યો હતો. ત્યાર બાદ સમગ્ર કાર્યવાહીની તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરીને પોલીસે ‘યે હમ હૈ.. યે હુક્કે હૈ.. ઔર અબ પાવરી નહીં હો રહી હૈ..’ એવું કેપ્શન આપ્યું હતું.

દિલ્હી પોલીસે જણાવ્યું કે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જ્યારે પોલીસના જવાનોએ 2 રેસ્ટોરાની મુલાકાત લીધી તો ત્યાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું અને લોકો હુક્કાની મોજ માણી રહ્યા હતા. પોલીસે જ્યારે બંને રેસ્ટોરાના મેનેજરોની પુછપરછ કરી તો તેમણે પોલીસના જવાનોને અંદર જતા અટકાવ્યા હતા અને અંદર ચાલી રહેલી પ્રવૃત્તિ પર પડદો પાડવા પ્રયત્ન કર્યો હતો.

દિલ્હી પોલીસે કાર્યવાહી દરમિયાન રેસ્ટોરાની તલાશી લીધી હતી અને મોટી સંખ્યામાં હુક્કા જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હુક્કા પર પ્રતિબંધ છે. દિલ્હી પોલીસે જપ્ત કરવામાં આવેલા હુક્કાની તસવીર શેર કરીને જે કેપ્શન આપ્યું તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here