- Advertisement -
પાટણ: યુનિવસિર્ટીમાં કુલપતિની નિમણુંક માટેની કાર્યવાહી શરૂ થવા પામી છે, જેમાં કમિટીના એક સભ્યની પસંદગી બાદ બીજા સભ્યની પસંદગી માટે એક કુલપતિના નામની પસંદગી કરવા માટે આગામી 10 જુલાઈના રોજ યુનિવસિર્ટીમાં રાજ્યના તમામ કુલપતિઓની બેઠક મળશે.
હેમચંદ્રાચાર્ય યુનિ.માં ખાલી પડેલ કુલપતિની જગ્યા પર નામની પસંદગી માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં કુલપતિ નિમણુંક માટેની કમિટીમાં ચાર સભ્યો પૈકી પ્રથમ યુનિવસિર્ટી દ્વારા એક સભ્ય તરીકે ડો અતુલ પંડ્યાની પસંદગી કરાઈ છે, ત્યારે બીજો સભ્યો રાજ્યની યુનિવસિર્ટીઓના કુલપતિઓમાંથી પસંદગી કરવાની હોય યુનિવસિર્ટી દ્વારા 10 જુલાઈએ વહીવટી ભવન ખાતે બપોરના 12 વાગે રાજ્યના 29 કુલપતિઓની બેઠક યોજાશે.જેમાં તમામ કુલપતિઓ હાજર રહી બીજા સભ્ય તરીકે એક કુલપતિનું નામ સર્વેનુંમતે પસંદ કરશે તેવું રજિસ્ટ્રાર ડી.એમ.પટેલે જણાવ્યું હતું